Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછામાં વર્ષો જુની પાણીની લાઇન બદલીને હાલમાં નાંખેલી નળી નળીકાની જોડાણની કામગીરી કરવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી બિલકુલ નહિ મળી શકે.

Share

સુરતના વરાછામાં વર્ષો જુની પાણીની લાઇન બદલીને હાલમાં નાંખેલી નળી નળીકાની જોડાણની કામગીરી કરવાના કારણે 28 મીએ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી બિલકુલ નહિ મળી શકે તેમ જણાવવામાં આવ્યું છે. વરાછામાં વૈશાલી હેલ્થ સેન્ટર જંકશન ચાર રસ્તા ખાતે વરાછા મેઇન રોડ, ખાંડ બજાર સૂર્યપુર રેલવે ગરનાળા નજીક અંદાજીત વર્ષ 1969માં નાંખવામાં આવેલી નળીકા જર્જરિત થઇ ગઇ છે. જેથી આ નળીકાને બંધ કરી નવી નાંખવામાં આવેલ 1219 મીમી વ્યાસની એમએસ નળીકાને હયાત 1219 મીમી વ્યાસની પાણી પુરવઠાની એમએસ નળીકા સાથે જોડાણની કામગીરી આગામી તારીખ 27મી ફેબ્રુઆરીના રોજનાં રોજ રાતે 11 થી 29 ના સવારે 5 કલાક દરમ્યાન હાઇડ્રોલિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેથી હેડ વોટર વર્કસ, સરથાણા વોટર વર્કસ, ઉમરવાડા જળ વિતરણ મથક, કતારગામ, સીંગણપોર, ખટોદરા, અઠવા, ઉધના ચીકુવાડી, ઉધના સંઘ, અલથાણ, ભીમરાડ, ડુંભાલ, વેસુ, કિન્નરી સહીતના જળવિતરણ મથક ખાતેથી શહેરમાં પહોંચાડવામાં આવતો પાણી પુરવઠો નહિવત મળે જ્યારે 29 મીએ ઓછા પ્રેસરથી મળે તેવી શક્યતાઓ વ્યક્તે કરવામાં આવી રહી હોવાથી આ અંગેની જાણ સાથે નોંધ લેવા શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

Trailer of Gujarati film Ratanpur released

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાની વિધવા યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ માર માર્યો.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના રાયમા અને સુણેવકલ્લા ખાતેની સ્માર્ટ આંગણવાડીની કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ એ મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!