ભરૂચ એલ.સી.બી પોલીસે ગુજરાત શિવસેનાના રાજ્ય પ્રમુખ તેમજ અંકલેશ્વરની જીઆઇડીસીની મહેશ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક સતીશ આર પાટીલ સહિત સોપારી લેનાર બે આરોપીઓ મોહમ્મદ ઝાકીર ઉંમર સિદદી રહેવાથ રતનપુર બાવાગોર ઝઘડિયા મોસીન મોહમ્મદ સિદદી નામના શખ્સોની અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાના મૂળમાં 2016 માં અંકલેશ્વર જીઆઇડીસી મધુવન સોસાયટીમાં રહેતા અને ગુજરાત શિવસેના ના ઉપપ્રમુખ સતીશ આર પાટીલ ના પુત્ર વિવેક પાટીલ ની હત્યા તેની સાવકી માતા રોહિણી એ કરી હતી. પોતાના પુત્રની હત્યા અને કાવતરામાં અંકલેશ્વર જીઆઇડીસી માં રહેતા અને દુકાન ધરાવતા ચતુર્વેદી નામના શખ્સે મદદ કરી હોવાની આશંકા સતીશ પાટીલ ને હતી. આથી તેની રીસ રાખીને ચતુર્વેદી ને પતાવી નાખવા રૂપિયા ૫૦ હજારની સોપારી ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના રહીશ ઝાકીર ને આપી હતી. ઝાકીરે આ કામ માટે પોતાની સાથે સાગરીત તરીકે મોહસીન તેમજ અફઝલ ની મદદ લીધી હતી. આ તમામે ચતુર્વેદી ની દુકાન ની અનેકવાર રેકી પણ કરી હતી. જે અંગેની બાતમી ભરૂચ એલસીબી પોલીસને મળતા પોલીસે આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ઝડપી લીધા હતા અને તેઓની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેઓએ સતીશ પાટીલ દ્વારા હત્યાની સોપારી અપાઈ હોવાનું કબૂલ્યું હતું. પોલીસે સતીષ પાટીલ ની પણ અટકાયત કરી હતી. તેમજ અન્ય સાગરીત અફઝલ ની શોધખોળ હાથ ધરી છે. આજરોજ ડીએસપી કચેરી ખાતે ડીવાયએસપી ડી.પી.વાઘેલા એ પત્રકાર પરિષદ યોજીને આ સમગ્ર ઘટનાક્રમનો પર્દાફાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા સતીશ આર પાટીલે પેસ્ટીસાઇડ ભરેલું ઝેરી ઇન્જેક્શન ઝાકીર ને આપ્યું હતું અને તેના દ્વારા ચતુર્વેદી ને મારી નાખવાની યોજના હતી. જોકે તેઓ આ કાર્યને અંજામ આપે તે પહેલા જ એલસીબી પોલીસે તમામને ઝડપી પાડયા હતા. અને કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
ભરૂચ એલ.સી.બી પોલીસે ખૂનનો કારસો ઘડનાર આરોપી અને ખૂન કરે તે પહેલા જ ઝડપી પાડયા હતા.
Advertisement