Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા-વિશાલ ખાડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત માં ચાર વ્યક્તિઓના મોત

Share

રાજપીપળા: ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વડોદરા જિલ્લાના કુબેરભંડારી મંદિરમાં ઘણી આસ્થા ધરાવે છે. 23મીએ પૂનમને દિવસે મહારાષ્ટ્રના શિરડી તાલુકામાંથી 4 લોકો પોતાની કારમાં કુબેરભંડારી દાદાના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કરી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રાજપીપળા નજીકના વિશાલ ખાડીથી થોડેક દૂરના એક ભયજનક વળાંકમાં એમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ચારેય શખ્સોનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના રાહતા તાલુકાના નિર્મલપીમ્પ્લી ગામના નંદકિશોર,ઘોરપડે ગોરક્ષા એકનાથ અને કોલાર ગામના પ્રવીણ સારંગધર શિરસાઠ તથા કિશોર રાજારામ કોલ્હે એક કારમાં વાયા રાજપીપળા વડોદરા જિલ્લાના કુબેરભંડારી દાદાના દર્શનાર્થે ગયા હતા.દર્શન કરી તેઓ ત્યાંથી વહેલી સવારે પરત નીકળ્યા હતા દરમિયાન 23મી સવારે 6 વાગ્યાની આસપાસ રાજપીપળા અને વિશાલ ખાડી વચ્ચે આવતા ભયજનક વળાંકમાં એમની કારનો સામે આવતી ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો.એ અકસ્માતમાં ચારેવ કાર સવારોનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતને પગલે ત્યાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા.બાદ રાજપીપળા નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં ચારેવના મૃતદેહોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા.નર્મદા પોલીસે આ અકસ્માત મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી માટે શું રાજકીય પાર્ટીઓએ આ વખતે કમર કસવી પડશે..?

ProudOfGujarat

સુરત : દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે.

ProudOfGujarat

આણંદના ભાદરણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!