સુરતની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લગભગ દોઢ કલાક સુધી રઝળતો રહ્યો હોવાનું સામે આવતાં વિવાદ સર્જાયો હતો. શુક્રવારે રાત્રે મૃતદેહને સિવિલમાં લવાયો હતો. પી.એમ રૂમની ચાવી ન હોવાથી પરિવાર ધકકે ચઢ્યું હતું. બાદમાં પી.એમ રૂમનું તાળું તોડીને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.
પરિવારના સભ્યોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તબીબોએ સહકાર નહતો આપ્યો. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શુક્રવારે રાત્રે રાવસાહેબ રાવ પાટીલ (ઉ.વ.આ.50) રહે. વિનોબા નગર ઉધનાનો મૃતદેહ પી.એમ માટે લાવવામાં આવ્યો હતો. માઈગ્રેન અને લિવરની બીમારીથી પીડાતા રાવ સાહેબના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકવાનો હતો. જો કે પી.એમ રૂમની ચાવીને લઈને પરિવારને ધકકે ચઢાવવામાં આવ્યાના આક્ષેપ સાથે પરિવારના સભ્યોએ કહ્યં કે, દોઢેક કલાકના અંતે સર્વન્ટએ પથ્થર મારીને પોસ્ટ મોર્ટમ રૂમનું તાળું તોડ્યું હતું. જેનો પરિવારે વીડિયો બનાવ્યો હતો. સાથે જ મેડિકલ ઓફિસર અને સિવિલ તંત્રએ સહકાર ન આપ્યાનો આક્ષેપ કર્યો હતો.
સુરતની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રે દોઢ કલાક સુધી મૃતદેહ રઝળ્યા બાદ પી.એમ રૂમનું તાળું તોડાયું હોવાની ધટનાને પગલે વિવાદ ઉભો થવા પામ્યો હતો.
Advertisement