શેરડીનું વધુ તેમજ ફાયદાકારક ઉત્પાદન થાય તે માટેની પ્રોત્સાહક યોજના અંગે આજરોજ વટારીયા ગણેશ સુગર ફેક્ટરી દ્વારા ભરૂચ ખાતે ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકમાં પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.
વટારીયા ગણેશ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના પાકમાં સરેરાશ 15 થી 20 મેટ્રીક ટનથી વધુ ઉત્પાદન મેળવવા હાથ ધરાયેલા પ્રોજેકટ અંતર્ગત સભાસદોને બજારભાવ કરતાં 50 ટકા ડિસ્કાઉન્ટ ભાવથી એટલે કે ફક્ત રૂપિયા 6500 માં 18 ઈન પુટસ સાથેની એક કીટ પ્રતિ એકર માટે તૈયાર કરી સભાસદોને ઘરબેઠા પહોંચાડવામાં આવશે.
ભરૂચ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગણેશ સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપભાઈ માંગરોલાએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે વર્ષ 2017-18 વર્ષ 2018-19 થી સભાસદ શેરડી ઉત્પાદકોને પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચાલુ વર્ષે સૌથી વધુ ઉત્પાદન મેળવનાર સભ્ય સંખ્યા તથા ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. આ યોજનાનો લાભ આગામી વર્ષમાં પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં કૃષિ વિશેષજ્ઞ સંજીવ માનેજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની નિગરાની હેઠળ ગણેશ સુગર ફેક્ટરી સાથે સંકળાયેલા શેરડી ઉત્પાદકોને સૂચિત પાયલોટ પ્રોજેકટમાં સહાય તેમજ માર્ગદર્શન મળી રહ્યું છે. આ તબકકે તેઓએ જણાવ્યું હતું કે આ પાયલોટ પ્રોજેકટનો લાભ મેળવી ખેડૂતો પ્રતિ એકર 15 થી 20 ટન શેરડીનું ઉત્પાદન વધારી શકે છે. પાછલા બે વર્ષોમાં અનેક શેરડી ઉત્પાદકોએ સો ટન શેરડી ઉત્પાદનનો લક્ષ્યાંક પાર પાડયો છે જે અભિનંદનને પાત્ર છે.
શેરડીનું વધુ તેમજ ફાયદાકારક ઉત્પાદન થાય તે માટે વટારીયા ગણેશ સુગર ફેકટરી દ્વારા ભરૂચ ખાતે ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકમાં પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી.
Advertisement