કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી હોય સુરક્ષા પણ એટલી જ જરૂરી છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ સતત બાઝ નજર રાખતા PSI કે.કે.પાઠક અને તેમની ટીમના મહિલા પો.કો.માં ગીતાબેન મગડીયાભાઈ વસાવા તથા ભારતીબેન દલસુખભાઈ તડવી સહિત નાઓ આધુનિક સ્કેનર મશીન ઉપર ફરજ બજાવતા હોય કોઈપણ પ્રવાસી અનઅધિકૃત સામાન લઈ જઈ શકતું નથી. તેમના ખાસ ચેકિંગ પછી એ સ્ટેચ્યુની અંદર જઈ શકે છે અને સ્ટેચ્યુની અંદર કોઈપણ પ્રકારની બેગો અને ખાવાની વસ્તુ લઈ જઈ શકાતી નથી માટે ચેકિંગ કર્યા બાદ એ લગેજ રૂમમાં જમા કરાવવી પડે પછી જ સ્ટેચ્યુની અંદર પ્રવસીઓને પ્રવેશ મળે છે. પી.એસ.આઇ કે.કે. પાઠક પણ પોતે ત્યાં ઉભા રહી ખાસ નજર રાખે છે.જોકે હાલમાં ગેટ નંબર ચાર અને પાંચ ઉપર કામ ચાલુ હોવાથી પબ્લિક એન્ટ્રી ગેટ નંબર ત્રણ ઉપરથી કરવામાં આવતી હોય ત્યાં આ ટીમ સતત અને ખાસ બંદોબસ્તમાં ખડેપગે જોવા મળે છે.આ ટીમની સતત નજર હોય રોજ મહિલા પ્રવાસીઓ પાસેથી ફળ કાપવાના સાધનો લગેજમાં દેખાતા તેને જપ્ત કરાય છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મહિલા પોલીસ કો.ની બાઝ નજર હેઠળ ધારદાર સાધનો લઈ જવા મુશ્કેલ.
Advertisement