દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે ચા વેચતા હતા અને આજે ચાઈ વાલા પી.એમ તરીકે જગ વિખ્યાત બન્યા છે. ખેર, રોજિંદા પીણાં તરીકે ચા એ આપણી જિંદગીમાં સહજ વખણાય ગઈ છે. ઘરે નહીં તો છેલ્લે ચાની લારી ઉપર એકાદ ચુસ્કી મારવાનું ચુકાતું નથી, જોકે ચાની લારીઓ બાદ હવે ચાના કેફે ખુલી રહ્યા છે. સુરતમાં ચાઈ મેકર્સ નામે અદ્યતન ચાનું કેફે ખુલ્લું મુકાયું છે. આ કેફેના સંચાલક પ્રદીપ જાદવે જણાવ્યું હતું કે પોતે એન્જીનયરીંગનો અભ્યાસ બાદ જોબ કરી પરંતુ ટ્રાવેલિંગની ઝંઝાળ છોડી હવે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ચાઈ મેકર્સના નામથી ચાના શોખીનોને હાઈજેનીક અને વિવિધ ટેસ્ટનો આસ્વાદ અમારા કેફેમાં મળશે. અમે દાર્જલિંગથી ખાસ ફ્લેવર્સની ચા મંગાવીએ છીએ. આગામી દિવસોમાં ગુજરાતભરમાં ચાઈ મેકર્સની 50 થી વધુ ફ્રેન્ચાઇઝી અમે આપવા માંગીએ છીએ.
Advertisement