Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ભરતીનાં વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરીનો ઓર્ડર ન મળતા આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત અર્થે એકત્ર થયા.

Share

સુરતમાં LRD વિદ્યાર્થીઓનો વધુ એક વિવાદ સામે આવ્યો હતો. સુરત સહિત જિલ્લાનાં 187 થી વધુ વિદ્યાર્થીઓ ઓર્ડરથી વંચિત રહેવા પામ્યા છે. આ મુદ્દે આજરોજ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે વિદ્યાર્થીઓએ હલ્લો બોલાવ્યો હતો. સુરત સહિત જિલ્લાના હથિયાર ધારી ભરતીના વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરીનો ઓર્ડર ન મળતા આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત અર્થે એકત્ર થયા હતા. છેલ્લાં ત્રણ મહિના અનેક વિદ્યાર્થીઓ નોકરીના ઓર્ડર સંદર્ભે રજુઆત કરી રહયા છે,ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓનાં વિદ્યાર્થીઓને નોકરીના ઓર્ડર આપી દેવાયા છે. પરંતુ સુરત સહિત જિલ્લા ના 187 થી વધુ વિદ્યાર્થીઓ ઓર્ડરથી વંચિત રહેવા પામ્યા છે.
વિદ્યાર્થીઓની એક જ માંગ હતી કે તાત્કાલિક નોકરીના ઓર્ડર આપવામાં આવે.

Advertisement

Share

Related posts

લીંબડી સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

કેમિકલ ભરવાના બેરલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

79 વર્ષના થયા બિગ બી : આખા દેશે પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!