અમદાવાદ જીલ્લા પંચાયત ખાતેથી તાઃ-૧૭/૦૨/૨૦૨૦ના રોજ ગ્રામ્ય વિસ્તારના ધોલેરા અને માંડલ તાલુકાઓમાં દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારના દર્દીઓને છાતીના એક્સ-રે ની આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મોબાઇલ મેડિકલ એક્સ-રે વાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાના વરદ હસ્તે લીલી ઝંડી આપીને વાનને પ્રસ્થાન કરાવવામાં આવેલ.
આ પ્રસંગે જિલ્લા આર.સી.એચ.ઓ ડો.ગૌતમ નાયક, જિલ્લા રોગચાળા અધિકારી ડો.ચિંતન દેસાઇ, જિલ્લા ક્ષય અધિકારી ડો.દિક્ષીત કાપડીયા, એમ.ઓ.ટી.યુ વિરમગામ ડો.વિરલ વાઘેલા, ડી.આઇ.ઇ.સી. ઓ સી.યુ ઠાકોર ઉપસ્થિત રહેલ હતા. આ મેડીકલ એક્સ-રે વાનની મદદથી ટીબીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓની છાતીના એકસ-રે કરીને તે જ દિવસે રીપોર્ટ આપવામાં આવશે. સાત દિવસ દરમ્યાન થનાર આ કામગીરીથી ટીબીના દર્દીઓ શોધીને ટેલી રેડીયોલોજીના માધ્યમથી તપાસ સારવાર આપવામાં આવશે.
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ