Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ પર કામ કરતા કામદારનું પડી જતા સારવાર દરમિયાન મોત.

Share

નર્મદા જિલ્લાના કેવડિયા તરફ નર્મદા બંધ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હરણફાળ વિકાસ જરૂર થઈ રહ્યો છે પરંતુ ત્યાં કામ કરતા કર્મચારીઓની સેફટી બાબતે તંત્ર તદ્દન લાપરવાહ હોય એમ લાગી રહ્યું છે. જેના કારણે અવારનવાર અકસ્માતોમાં મોત થતા જોવા મળે છે. સરદાર સરોવર ડેમ ઉપર કામ કરી રહેલા વિજયકુમાર રામધની બીંદ (ઉં.વ. ૩૦) રહે.બીટી તા.જી, અલ્હાબાદ (યુ.પી) ગત તારીખ ૧૫ ફેબ્રુઆરીએ કામ કરતા અચાનક પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે ગરૂડેશ્વર ખાતે દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરતા કેવડિયા પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ઝઘડિયાના પાણેથા ગામે કેળ પાક સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચથી ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રકના ચાલકને અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાં રોકી ટોળાએ માર મારી ટ્રકમાં તોડફોડ કરી.

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં મોહરમ નિમિત્તે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!