સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ પંથકમાં વેપારી એસોસિયેશન દ્વારા ગુનાખોરીની વારદાતોમાં થયેલા નોંધપાત્ર વધારા સામે બંધનું એલાન અપાયું હતું. વેપારી એસોસિયેશન દ્વારા એવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી કે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પંથકના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સહીત અન્ય ધંધા રોજગાર ધરાવતા વેપારીઓને અસામાજિક તત્વો દ્વારા ખંડણી માંગી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમજ લૂંટ ફાયરીંગ જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે. આ પંથકમાં ગુંડાગીરી વકરી રહી છે, જેથી કોઇ કડક અધિકારીની નિમણૂક કરવામાં આવે. આજરોજ થાનગઢ વેપારી એસોસિએશન બંધનુ એલાન અપાયું હતું. જેના પગલે થાનગઢના વેપાર ઉદ્યોગ બંધ રહેવા પામ્યા હતા. જોકે પોલીસ દ્વારા વેપારીઓને શામ દામ દંડ જેવા હથકંડા અપનાવી બંધના એલાનને પરત ખેંચવા તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા હતા. વેપારી આલમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુંડાગીરી સામે થાનગઢ નહીં ઝુકે. પોલીસ તંત્રની ઢીલાશને કારણે ગુનાખોરી વધવા પામી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર