સુરતમાં કાપડનાં કારખાનામાં કારીગરનાં મોત થવાથી બંધને પગલે અનેક કારીગરોએ તીવ્ર પ્રત્યાઘાત દર્શાવતા અંદાજે 50 હજાર લુમ્સના કારખાના બંધ રહેવા પામ્યાં હતા. કારીગરના મોતના પગલે 10 લાખના વળતરની માંગ કરવામાં આવી રહી છે અને તેને પગલે લુમ્સના કારખાનેદારો પણ ચિંતા ગ્રસ્ત જોવા મળ્યા હતા. આજરોજ લુમ્સ કારખાનેદારોનો મોરચો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યો હતો અને અસામાજિક તત્વો કારખાના ખોલવા દેતા ન હોવાનો આરોપ કર્યો હતો. બેશક કારખાનેદારો મૃતકના પરિવારને નુકશાની વળતરના રૂપિયા આપવા તૈયાર છે, પરંતુ અસામાજિક તત્વો રોકડા રૂપિયા માંગી રહ્યા છે.સુરતના લસકાણા અને સાયન વિસ્તારમાં આ કારણે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે.છેલ્લા 12 દિવસથી કારખાનાઓ બંધ હોવાને કારણે લુમ્સ કારખાનેદારોને કરોડો રૂપિયાનું પ્રોડકશન નુકશાન થઇ ચૂક્યું છે. લુમ્સ કારખાનેદારો એ જણાવ્યું હતું કે કુદરતી મોત થયું હોવા છતાં કામદારો હંગામો મચાવી રહ્યા છે.
સુરત : કાપડનાં કારખાનામાં કારીગરનાં મોતનાં પગલે અનેક કારીગરોએ તીવ્ર પ્રત્યાઘાત દર્શાવતા અંદાજે 50 હજાર લુમ્સના કારખાના બંધ રાખ્યા.
Advertisement