Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ચાર રસ્તા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકા મથકની ગણના થાય છે,જેમાં નાના-મોટા ઔધોગિક એકમો સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો આવેલ હોવાથી આજુબાજુ વિસ્તારની પ્રજાની સતત અવરજવર રહેતી હોય છે,અને નેત્રંગ ચાર રસ્તાથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાગૅ પસાર થતાં હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં એસ.ટી બસ,મોટરસાઈકલ,ખાનગી સહિત નાના-મોટા માલધારી વાહનો અવરજવર રહે છે,અને ગેરકાયદેસર દબાણના કારણે અડચણ રહેતી હોવાથી ભારે ટ્રાફિકજામ થઇ જાય છે, જેમાં ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદી પાણીના કારણે નેત્રંગ ચાર રસ્તાનું ભારે ધોવાણ થતાં રસ્તાના નિર્માણ કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયાની આશંકા સેવાઇ રહી છે,અને રસ્તા ઉપર એક-એક ફુટ ઉંડા ખાડા પડી ગયા છે,માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરતા ડામર રસ્તા ઉપર માટી પુરાણ કર્યુ હતુ,પરંતુ વરસાદી પાણીના કારણે ફરી ધોવાણ થઇ ગયું હતું,આટલો લાંબો સમય પસાર થવા છતાં ખાડા પુરવામાં નહીં આવતા વાહનચાલકોની મામુલી ગફલતથી રોજેરોજ અકસ્માતની ઘટના બને છે,અને વાહનચાલકોના હાડકા ભાંગેે છે,જ્યારે નેત્રંગ ચારરસ્તા ઉપર સકૅલ અને સ્ટ્રીટલાઇટની સુવિધાનો અભાવ હોવાથી રાત્રીના સમયે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસમાજીક તત્વોને છુટોદોર મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.તેવા સંજોગ સ્થાનિક રહીશોમાં રોષ જણાતા નેત્રંગ ચારરસ્તા ઉપર ખાડા પુરવા, સ્ટ્રીટલાઇટ-સકૅલ બનાવા અને ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના જી એન એફ સી થી ઝાડેશ્વર વચ્ચે માં રોડ પર આવેલ ગજાનંદ સોસાયટી પાસે ખોદ કામ દરમિયાન અચાનક ગેસ લાઈન માં ભંગાણ સર્જાતા એક સમયે ભારે દોઢધામ મચી હતી…..

ProudOfGujarat

ભરૂચ-આદિવાસી સ્મશાનની કંપાઉન્ડ વોલની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ અંડર ગ્રાઉન્ડ ડસ્ટ બીનનું મોડેલ બનાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!