ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સરસ્વતી શિશુ વિદ્યામંદિર શાળામાં તા.૧૪ ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. ઉપરાંત ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરમાં પુલવામાં ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર થયેલ આંતકવાદી હુમલામાં ૪૦ જવાનો શહિદ થયા હતા. તે ઘટનાને આજે ૧૪ મી ફેબ્રુઆરીએ એક વર્ષ પૂરું થયુ છે. ત્યારે સરસ્વતી વિદ્યામંદિર ખાતે શાળા પરિવાર દ્વારા પુલવામાં શહિદોને શ્રધ્ધાંજલી આપીને શહિદોના ભવ્ય બલિદાનને યાદ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે પુલવામાં ખાતે થયેલા આંતકવાદી હુમલાને એક વર્ષ થયુ છે,ત્યારે રાષ્ટ્રભરમાં ઠેરઠેર પુલવામાના વીર શહિદોને શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.ઉમલ્લાની સરસ્વતી વિદ્યાલય ખાતે શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત પંડ્યાએ બાળકોને માતૃ પિતૃ દિવસનું મહત્વ સમજાવ્યુ હતું.ઉપરાંત સંસ્થાના નિયામક અંજના પંડ્યાએ પણ પ્રસંગોચિત વક્તવ્ય રજુ કર્યુ હતુ. કાર્યક્રમને અંતે શાળા પરિવારે ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ