નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ખાતે વિશ્વની સૌથી ઊંચી અને દુનિયાની આઠમી અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિવસે ને દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આજુબાજુના વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વિકાસમાં સરકાર રાજપીપળા સાથે અન્યાય કરી રહી છે એમ લાગી રહ્યું છે. પહેલા રેલવે સ્ટેશન રાજપીપળામાં બનવાનું હતું હવે રેલવે જંકશન કેવડીયા લઈ જવામાં આવ્યું છે એ પણ ચર્ચાનાં વિષયએ જોર પકડયું છે. રાજપીપળાની જગ્યા એરપોર્ટ પર કેવડિયા ખાતે લઈ જવાશે એવો ચર્ચાનો વિષય બન્યો છે. રાજપીપળાના એક સામાજિક કાર્યકરો ડી.પી ટેલરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છે અને સાથે દેશના વડાપ્રધાનને પણ રજૂઆત કરવા આવી છે. આ બાબતે ડી.પી ટેલરના જણાવ્યા મુજબ મોદી સરકારના ડ્રીમ પ્રોજેકટનો જોર સોરથી વિકાસ થઈ રહયો છે. પહેલા રાજપીપળા ખાતે રેલ્વે સ્ટેશન બનવાનું હતું પણ એ પણ કેવડિયા ખાતે જતું રહ્યું છે અને હવે એરપોર્ટ પર કેવડિયા લઈ જવાની વાતો વેતી થઈ રહી છે સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે તો રાજપીપળાને શું ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને મેં લેખિતમાં પત્ર લખી માંગ કરી છે કે એરપોર્ટ રાજપીપળામાં જ હોવું જોઈએ.રાજપીપળાના સરકારી ઓવારા પાસે રાજા રજવાડીની સમયનું એરોડ્રામ હોવા છતાં એરપોર્ટ કેવડિયા લઈ જવાની વાત વહેતી થઈ છે એરોડ્રામની આજુબાજુના ખેડૂતો સાથે વાત કરતા જણાવ્યું હતું કે એરપોર્ટ માટેની જગ્યા ઓછી પડશે તો અમે અમારી જમીન આપવા કોઈપણ વિવાદ વગર તૈયાર છે. એરપોર્ટ આવવાથી રાજપીપળાનો વિકાસ થશે અને એમાં અમે અમારી જમીન આપીને સભાગી બનવા તૈયાર છે. આ બાબતે રાજપીપળાના ભાજપના શહેર પ્રમુખ રમણ સિંહ રાઠોડ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે એરપોર્ટની ઘણા દિવસથી વાતો ચાલે છે કે રાજપીપળાથી ખસેડીને કેવડિયા પ્રસ્થાપિત કરવાની વાત ચાલુ છે પણ મારું માનવું છે કે રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ તરીકે અને અનાજ કરિયાણાના વ્યાપારી પ્રમુખ તરીકે મારુ એવું માનવું છે કે એરપોર્ટની જગ્યા રાજા રજવાડા વખતની ત્યાં છે અને તે સમયે ત્યાં જ વિમાનો ઉતરતા હતા અને અમુક નેતા ઇન્દિરા ગાંધી, જવાલાલ નેહરૂ પણ તે વખતે ત્યાં જ ઉતર્યા હતા એરપોર્ટ તો અહીંયા જ આવું જોઈએ.
રાજપીપળા, આરીફ જી કુરેશી