નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ટાઉન પ્લાનિંગ મુજબ દબાણો હટતા નથી જ્યારે દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી હોય સ્ટેટ સમયના રસ્તા સાંકડા પડતા વારંવાર ટ્રાફિક જામ જોવા મળે છે. ત્યારે હાલમાં રાજપીપળા ટાઉન પો.સ્ટે.ને અડીને જ આવેલી નાગરિક બેંક અને બાજુની બેંક ઓફ બરોડા બહાર આડેધડ વાહનો પાર્ક થતા પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું છે. જેમાં ખાસ કરીને બેંક ઓફ બરોડામાં અન્ય બે બેંકોનો સમાવેશ થયો હોય ગ્રાહકોના વાહનો પણ બમણા થયા છે તદુપરાંત બરોડા બેંકમાં અંદર પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં ગ્રાહકોને અંદર પાર્કિંગ ન કરવા દેતા રોજના હજારો ગ્રાહકોની આવન જાવનમાં આખો દિવસ ટ્રાફિક જામ જોવા મળે છે ત્યારે પોલીસ અને પાલીકા તંત્ર માટે આ સમસ્યા હેડેક બની ચુકી હોય ત્યારે તંત્ર બેંક સત્તાધીશોને નોટિસ ફટકારી ટ્રાફિક સમસ્યા હળવી કરે તેવી માંગ ઉઠી છે.ટ્રાફિક અને ટાઉન પોલીસ સાથે પાલીકા વિભાગ આખા શહેરમાં જોવા મળતી આ ગંભીર તકલીફ બાબતે કડક પગલાં લે એ જરૂરી છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી