૧૧ ફેબ્રુઆરીને ” વિશ્વ યુનાની દિવસ “ગણી ગુજરાત પ્રથમ વાર યુનાની સારવાર આપતુ દયાદરા સ્થિત ઓલિવ હોસ્પિટલમાં ઊજવણી થઈ. જેમા હોસ્પિટલના તમામ પેશન્ટ અને સ્ટાફે ભાગ લીધો, બંને યુનાની ડોક્ટરો દ્વારા યુનાની પદ્ધતિની સમજ અપાઈ. હોસ્પિટલના મેનેજર તથા સહપાઠીઓએ પેશન્ટના સહકારથી કેક કાપી ” યુનાની દિવસ ” ઉજવ્યો. યુનાની પદ્ધતિ તેની મહત્વતા વિષે હોસ્પિટલના મહાનુભાવોએ સમજ આપી. થોડાક પળમાં ખુશીથી બધાએ ભેગા મળી “વિશ્વ યુનાની દિવસ” નો આનંદ લીધો, તથા હકીમ અજમલ ખાન જે યુનાનીના મહાન વિદ્વાન અને સમાજ સુધારક છે. તેમના જન્મદિવસને માન આપી ૧૧ ફેબ્રુઆરીને વિશ્વ યુનાની દિવસ ” તરીકે મનાવવામાં આવે છે. એમ જણાવવામાં આવ્યું, તથા હોસ્પિટલમાં તારીખ ૧૨ ફેબ્રુઆરી થી ૧૯ ફેબ્રુઆરી “હીજામા કેમ્પ” પણ રાખેલો છે. જેમાં અડધા ભાવે હીજામા નિષ્ણાત દ્વારા કરવામાં આવે છે જેમા ઘણા બધા રોગીઓએ ભાગ લીધો અને ઘણા પેશન્ટ અને સહપાઠીઓ ભેગા થઈને આ દિવસનો આનંદ લીધો.
” વિશ્વ યુનાની દિવસ ” ની યુનાની સારવાર આપતું દયાદરા સ્થિત ઓલિવ હોસ્પિટલમાં ઊજવણી કરવામાં આવી.
Advertisement