ઝગડિયા જી.આઈ.ડી.સી માં આવેલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી રાત્રીનાં સમયે ગંદુ પાણી બહાર કાઢતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.હાલમાં પણ કંપનીની પાછળ કુદરતી કાશમાં છોડાયેલુ આ ગંદુ પાણી નજરે દેખાય છે અને જીઆઇડીસી ઝગડિયાની મોનીટરીંગ ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે. જોકે સ્થાનીય પર્યાવરણ વાદીઓની માંગણી છે કે જીપીસીબી દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જ્યાં જીપીસીબી તરફથી તપાસ કરવાનું આશ્વાશન આપવામાં આવ્યું છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝએ “ઝીરો ડિસ્ચાર્જ ” કેટેગરીમાં આવે છે અને કાયદા મુજબ એમનું ગંદુ પાણી એમણે એમના પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરી પ્લાન્ટમાં જ વપરાશ કરવાનું હોય છે. બહાર નિકાલ કરવો એ ગુનાહિત બાબત છે. બહાર ગંદુ પાણી જવાથી પર્યાવરણને નુકશાન થાય છે. આ સિવાય આવા અન્ય કેટલાય એકમો છે જેઓ ઝીરો ડિસ્ચાર્જની પરવાનગી લઈને ગેરકાયદેસર બહાર નિકાલ કરતા હોય છે.જેનાથી જળ-જમીનના પર્યાવરણને નુકશાન થાય છે.જેનાથી માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકશાન થાય છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના એચ.આર. મેનેજર શ્રી નીનાત દેસાઈને બનાવ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે “ અમારા કર્મચારીની ભૂલને કારણે ગંદુ પાણી બહાર ગયું છે. અમારી આ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે અને જે પાણી ભૂલથી બહાર ગયું છે એ એસીડીક નથી. અને હવે આવી ભૂલ ના થાય એવા પ્રયત્નો કરીશું.”
ઝગડિયા જી.આઈ.ડી.સી માં આવેલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી રાત્રીનાં સમયે ગંદુ પાણી બહાર છોડાતાં જીપીસીબી ને જાણ કરવામાં આવી.
Advertisement