ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં ATM માં રૂપિયા ઉપાડવા ગયેલા વ્યક્તિને બે ઠગ ઇસમોએ લાવો રૂપિયા ઉપાડી આપુ કહીને હજારો રૂપિયા ઉપાડી લેનારને ભરૂચ સાઇબર સેલ પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ શહેરમાં બે ઠગ યુવાનોએ એક સજ્જનને “લાવો રૂપિયા ઉપાડી આપું” કહીને હજારો રૂપિયા ઉપાડી લેવાની ધટના બની છે. અજીતસિંહ નામનાં સજ્જન વ્યક્તિ ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં આવેલ દાઉદી શોપિંગના SBI નાં ATM સેન્ટરમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમણે ATM નું ડેબિટ કાર્ડ મશીનમાં નાંખીને પિન નંબર નાંખ્યો હતો. જોકે રૂપિયા નહીં ઉપડતાં ત્યાં હજાર બે યુવાનોએ કહ્યું કે લાવો તમારા રૂપિયા ઉપાડી આપીયે તેમ કહી ATM ડેબિટ કાર્ડ લઇને ફરી મશીનમાં કાર્ડ નાંખી તેમણે પિન નંબર નાંખવાનું કહ્યું હતું. આ દરમ્યાન ભેજાબાજ ઠગ યુવાનોએ અજીતસિંહનાં SBI કાર્ડનાં પિન નંબર જાણી લીધો હતો અને હાથ ચાલાકીથી કાર્ડ પણ બદલી લીધો હતો. આ દરમ્યાન ભેજાબાજ પર પ્રાંતિય ઠગ અંકિત કુમાર સિંધ રહેવાસી સાઇન વૈશાલી થાના વૈશાલી બિહાર તથા અમનસિંહ રહેવાસી મધ્યપ્રદેશનાં એ કાર્ડ બદલીને કોઈક ફતેસિંગનો કાર્ડ આપી દીધો હતો. આ દરમ્યાન તા.06/12/2019 નાં રોજ અજીતસિંહના ખાતામાંથી રૂ.13,500 કોઇકે ઉપાડી લીધા હતા અને આ મામલે અજીતસિંહ એ ભરૂચ એ.ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે ઇન્ચાર્જ DSP એમ.પી. ભોજાણીએ LCB ની ટીમ તથા સાયબર સેલની ટીમને માર્ગદર્શન આપીને આ ગુનો ઉકેલવા સૂચના આપતા પોલીસે તપાસ કરતાં ટેકનિક સર્વેલન્સ ટીમ અને બાતમીદારોનાં આધારે અંકિત પ્રસાદ અને અમનસિંહને વલસાડનાં વાપી-પારડી નજીકથી આ બંને પર પ્રાંતિય ઠગને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેમની પૂછપરછમાં તેમણે ભરૂચમાં પાંચબત્તી ખાતે લાવો રૂપિયા ઉપાડી આપું કહીને 13,500 કાઢી લીધા હતા. તેમણે ભરૂચની જ HDFC નાં ATM મશીનથી રૂપિયા ઉપાડીયા હતા. જયારે સુરત, અંકલેશ્વર, વાપીમાં પણ આવી જ રીતે હાથ ચાલાકીથી કાર્ડ બદલી રૂપિયા ઉપાડી ઠગાઇ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી SBI, CBI અને સરકારી બેંકોનાં ATM કાર્ડ કબ્જે કર્યા છે. જયારે આ ભેજાબાજને એ.ડિવીઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. DYSP વાધેલાએ કહ્યું હતું કે કોઈને પણ તમારો ATM કાર્ડ આપો નહીં કોઇની સામે ATM પિન નંબર બોલો નહીં કે નાંખો નહીં ત્રાહિત વ્યક્તિને રૂપિયા ઉપડવાનું કહેશો નહીં.
ભરૂચ : ‘લાવો તમને રૂપિયા ઉપાડી આપું’ કહી ATM કાર્ડ બદલી હજારો રૂપિયા ઉપાડી લેનાર પર પ્રાંતિય ઠગ ઝડપાયાં.
Advertisement