અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે આજે સવારે મહા ટ્રેલર કોઇલ લઈને જતાં બ્રિજની રેલિંગને અડી જતાં તૂટી જતાં ટ્રાફિક જામ થયો હતો. અંકલેશ્વર GIDC માં આવેલા ઉદ્યોગોમાં આવતી મશીનરીને પગલે મસમોટા ટ્રેલરો તેમજ બીજા કન્ટેનર ટ્રકો આવતી હોય છે જેમાં નાના મોટા અકસ્માત થાય છે. ત્યાં આજે સવારે ફરી નિલેશ ચોકડી નજીક કોઈક ટ્રેલરે રેલિંગને અથડાતાં તે તૂટી જવાની ધટના બની છે. જયારે આજે નિલેશ ચોકડી નજીક મોટી કોઇલ ટ્રેલર બ્રિજ નજીકની લોખંડની મહાકાય રેલિંગ સાથે અથડાતાં રેલિંગ તૂટી પડી હતી. જોકે સદનસીબે તે સમયે કોઈ વાહન નહીં આવતા મોટી દુર્ધટના થતાં અટકી હતી. જયારે રેલિંગ તૂટીને હાઇવે પર પડતાં તમામ વાહન વ્યવહાર બંધ થઈ જતાં વાહનોનો ચકકા જામ થયો હતો. જયારે વાહનોની લાંબી કતારો લાગતાં તેની જાણ પોલીસને થતાં તેઓ ધટના સ્થળે દોડી આવીને વાહન વ્યવહાર પુન: શરૂ કરવવામાં બે કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. જયારે રેલિંગ હટાવીને પુન: વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.
અંકલેશ્વરની નિલેશ ચોકડીનાં બ્રિજની રેલિંગ મહા ટ્રેલરની ટકકરથી તૂટી જતાં ટ્રાફિક જામ.
Advertisement