અંકલેશ્વરમાંની સ્કૂલમાં કોરોના વાઈરસને લઈ માસ્ક પહેરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની પહેલ એસ.વી.ઈ.એમ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે.શાળા દ્વારા સરક્યુલર કરી વાલીને જાણ હતી. શિક્ષકો પણ માસ્ક પહેરીને અભ્યાસ કરાવી રહ્યા છે. કોરોના વાઇરસની શોધ 1960માં થઇ હતી. જેનું નવું સ્વરૂપ તાજેતરમાં ચીનમાં જોવા મળ્યો હતો. પોલ્યુપેશન વધુ હોય ત્યાં વાયરસ જલ્દી ફેલાય છે. જે શ્વાશોશ્વાસની ક્રિયા ને લઇ માનવ શરીરમાં પ્રવેશી અસર કરે કે. સંક્રમણ અટકાવા માસ્ક પહેરવું અગત્ય હોવાનું એક્ષ્પર્ટ પણ જણાવી રહ્યા છે.વિશ્વમાં હાલ કોરોના વાઇરસનો હાવ જોવા મળી રહ્યો છે. પાડોશી દેશ ચીન થી શરૂ થયેલ કોરોના વાઇરસ આજે વિશ્વભેરમાં ફેલાઈ રહ્યો છે. જેમાં ભારત પણ બાકાત નથી અને કેરળમાં તેના શંકાસ્પદ કેશો જોવા મળી રહ્યા છે. જે રોગ ભીડભાડ વાળા વિસ્તાર કોરોના ઈનફેક્ટ લોકો રહેવા થી વધુ ફેલાય છે. જેને લઇ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી. ઈ.એમ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ સ્ટેશન રોડ ખાતે શાળા દ્વારા સર્ક્યુલર કરી વિદ્યાર્થીઓના વાલીને જાણ કરી હતી. અને બાળકો માસ્ક પહેરી ફરજીયાત સ્કૂલે આવવા જણાવ્યું છે. જેમાં વાલીઓ પણ જાગૃતતા દાખવી પોતાના બાળકો માક્ર્સ કાફેરી મોકલી રહ્યા છે. શાળા શિક્ષકો પણ માક્ર્સ પહેરી અભ્યાસ કરી રહ્યા છે. તેમજ બાળકો કોરોના વાઇરસ તેમજ સ્વસ્થ સબંધી જાણકારી આપી તેમને કોરોના વાઇરસ થી અવગત કરાવી રહ્યા છે.
કોરોના જેવા વાઇરસ સામે રક્ષણ માટે અંકલેશ્વર ની શાળાની અનોખી પહેલ,વિદ્યાર્થીઓ માસ્ક પહેરી લઇ રહ્યા છે ભણતર,જાણો વધુ કંઈ શાળા એ અપનાવી આ અનોખી પહેલ….!!!
Advertisement