થોડા દિવસ અગાઉ ભરૂચ જિલ્લાના ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામની ખાડીમાં મગર અને તેનું બચ્ચું દેખાયું હતું. ગ્રામજનો આ ખાડીનો ઉપયોગ સિંચાઈ માટે, પશુઓ માટે કરતા હોય છે. જેથી તાત્કાલિક ધોરણે પાંજરું મુકવામાં આવે એવી વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગે પણ પાંજરું મૂક્યું હતું જોકે પાદરાથી 50 મીટર દૂર ગામના ખેડૂત જશુભાઈ દરબાર દ્વારા ઘોડી બાંધવામાં આવી હતી. આ દરમિયાન એકાએક મગરે બપોરના સુમારે ઘોડીને પાણીમાં ખેંચી જઈ ફાડી નાંખી હતી અને ઘોડીને જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન મગર ઘોડીને છોડીને ચાલ્યો જતાં ઘોડીને સારવાર આપવામાં આવી હતી પરંતુ તેની હાલત અતિ ગંભીર બની જતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મળતી વિગતોમાં ગામલોકો આ ખાડીનાં પાણીનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો અહીં કપડાં ધોવે છે, સ્નાન કરે છે તેમજ કિનારે બેસી પશુ ચરાવે છે માટે હવે ગામલોકો માંગણી કરી રહ્યા છે કે વધુ એક પાંજરું મૂકવામાં આવે અને ખાલી પાંજરું નહીં પરંતુ તેમાં શિકાર પણ મૂકવામાં આવે જેથી મગર પાંજરામાં પુરાઈ શકે.
ઝધડિયા તાલુકાનાં ફુલવાડી ગામે ખાડીમાં મગરે ઘોડીને જકડી રાખી ફાડી નાખતાં અંતે સારવાર બાદ ઘોડીનું મરણ થયું હતું.
Advertisement