Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામમાં સપ્તધારાના સાધકો દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની જાણકારી આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો.

Share

અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ સંલગ્ન અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના સેવા વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ ઝુંપડપટ્ટી જેવા દુર્ગમ વિસ્તારોમાં સાંજના સમયે સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની વિસ્તૃત જાણકારી આપતો પપેટ શો સપ્તધારાના સાધકો દ્વારા રજુ કરવામાં આવ્યો અને રસીકરણ માટે લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રસીકરણથી વંચીત બાળકો અને સગર્ભા બહેનોને રસી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.જીગર દેવીક, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, છાયા મકવાણા, કાજલ પઢીયાર, કરૂણા પરમાર, સોનલ રાઠોડે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શૂન્યથી બે વર્ષના બાળકો રોગ પ્રતિકારક રસીઓથી વંચિત હોય તેવા તમામ બાળકોને અને સગર્ભા માતાઓને રસીઓથી રક્ષિત કરવાનો કાર્યક્રમ સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ચાલી રહ્યો છે ત્યારે માતાઓ અને બાળકોને અપાતી રસીની કામગીરીનું તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા નીરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંતર્ગત તમામ બાળકોનું સંપુર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવાનું અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું છે. વિરમગામ તાલુકાના દુર્ગમ વિસ્તારોમાં રસીકરણ સેશન યોજીને શૂન્યથી બે વર્ષ સુધીના બાળકોને રસીઓથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે. બાળકો ઉપરાંત સગર્ભા માતાઓને પણ રસીઓ આપવામાં આવે છે ત્યારે વિરમગામના દુર્ગમ વિસ્તારોમાં રસીકરણ અંગે જનજાગૃતિ માટે “પપેટ શો” રજુ કરવામાં આવ્યો હતુ. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.

વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ

Advertisement

Share

Related posts

પંચમહાલ : ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ : 2 ના મોત.

ProudOfGujarat

ઝઘડિયા નજીક ઓવરલોડ માટી ભરીને જતી ત્રણ ટ્રકો ઝડપાઈ.

ProudOfGujarat

એકતાનગરમાં ડેલીગેટ્સ દ્વારા G-20 પ્રદર્શનનો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!