રાજપીપળા,ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ચાલુ શૈક્ષણિક વર્ષ- ૨૦૧૯-૨૦ માં અભ્યાસ કરતા વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન શાખામાં અભ્યાસ કરે છે, તેવા પોતાની કોલેજમાં રજીસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ માટે તા.૨૦/૦૨/૨૦૨૦ ના રોજ શ્રી છોટુભાઇ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝીકલ એજ્યુકેશન, રાજપીપલા, જિ. નર્મદા ખાતે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સદર કેમ્પમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, નર્મદા, આણંદ એમ વિવિધ જિલ્લામાંથી સર્વિસ સેક્ટર, બેન્કિંગ, માર્કેટીંગ એન્જીનિયરીંગ આઇ.ટી. જેવા ક્ષેત્રોના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેશે. આ પ્લેસમેન્ટ ફેરમાં ૩૮૭ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ચાલુ વર્ષે અભ્યાસ કરતા નર્મદા જિલ્લાની કોલેજોના વિદ્યાર્થીઓ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ઉમેદવારોએ સૌ પ્રથમ ડેસ્ક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ટોકન મેળવાનો રહેશે. મૌખિક ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરીને ઉમેદવારોની પસંદગી કરાશે, તેમ ઇન્ચાર્જ આચાર્ય સરકારી વિનયન કોલેજ, તિલકવાડા (નોડલ અધિકારી-નર્મદા જિલ્લો) તરફથી જણાવાયું છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી