ભરૂચનાં નબીપુર ગામે વૃદ્ધની હત્યાના ચકચારી બનાવમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે બે આરોપીઓ ફરાર છે જેની પોલીસ તપાસ ચલાવી રહી છે. ભરૂચમાં ચકચાર મચાવનાર એવા નબીપુરનાં મહંમદ ચેતન નામના 80 વર્ષીય વૃદ્ધની હત્યાના બનાવમાં હજુ પોલીસે વૃદ્ધનાં મૃતદેહની શોધખોળ કરી રહી છે ત્યાં મહંમદ ચાચાનાં પરિવારજનોએ તેમના ગુમ થવા પાછળ સુમૈયા દાઉદ પટેલ અને સૂફીયા,અઝીઝ પટેલની હોવાનો શક ગયો હતો કેમ કે મહંમદ ઉમરજી ચેતન ઉર્ફે મહંમદ પટેલ કે જેઓની ઉંમર 80 વર્ષની છે તેમણે સુમૈયાને દોઢ લાખ ઉછીના આપ્યા હતા તેને લેવા માટે ગયા હતા અને સૂફીયા પટેલનાં ઘરે જતાં ત્યાં આ બંનેએ અને મહેબુબ રિક્ષાવાલાએ વાયરથી ગળું દબાવીને મોતને ધાટ ઉતારીને લાશને ઇન્ડિકા કારમાં મૂકીને ઇટોલા નજીક ઠીકરીયા બ્રિજ પરથી ફેંકી દેવામાં આવી હતી.
જોકે આ ધટના જયારે પોલીસમાં નોંધાતા મહંમદ ચેતનનાં પુત્રએ સુફિયાનાં ઘરે લાગેલા CCTV ફૂટેજ જોતાં મહંમદભાઇનો પુત્ર ચોકી ઊઠયો હતો. કેમ કે તેમના પિતા ઘરે આવતા તથા તેમની હત્યાની તમામ વિગતો CCTV કેમેરામાં કેદ થઈ હતી. જોકે પોલીસને CCTV ફૂટેજ લઈને હત્યાનો ગુનો દાખલ કર્યો છે ત્યારે પોલીસે આ હત્યામાં ઝડપી લીધેલા સૂફીયા, સુમૈયા, અઝીઝ અને રશીદની પૂછપરછ હાથ ધરી છે. પરંતુ આ લોકોએ મહંમદ ઉમરજી ચેતનની હત્યા કરવાનું નકકી કર્યું હતું તે પહેલા CCTV કેમેરાના વાયરો કાપી નાંખ્યા હતા. જોકે CCTV ને બદલે કેબલ TV નો વાયર કાપી નાંખ્યો હતો. જોકે તેઓને એમજ હતું કે CCTV કેમેરાના વાયરો કાપી નાંખ્યા છે એટલે તેમની કરતુત કેમેરામાં કેદ નહીં થાય પરંતુ તેમણે કેબલ વાયર કાપતા ભાંડો ફૂટયો હતો. જયારે વૃદ્ધ મહંમદ ઉમરજીની હત્યા બાદ એવી ધટના બહાર આવી છે કે આ સૂફીયા, સુમૈયા અને તેમની ટોળકીએ અગાઉ નબીપુરનાં એક પોલીસવાળાને સાથે રાખીને બે થી ત્રણ યુવાનોને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા વસૂલ કર્યા છે. આ પોલીસવાળો કોણ તેમજ કયા યુવાનોને કેવી રીતે આ બંને મહિલાએ ફસાવ્યાં છે તેની વિગતો પણ બહાર આવી જોઈએ. જોકે નબીપુર પોલીસ હાલ તો સુમૈયા, સૂફીયા,અઝીઝ અને રશીદની પૂછપરછ કરી રહી છે. જયારે હત્યા કરનાર મહેબૂબ દીવાન રિક્ષા ચાલક, હુશેન શેરી હજુ પણ ફરાર છે.
ભરૂચનાં નબીપુરમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યામાં ચાર લોકોની ધરપકડ.
Advertisement