ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં રસ્તાની હાલત દયનીય છે ત્યાં ઉમલ્લાથી પાણેથા ગામ વચ્ચેનો રસ્તો ચંદ્રની ઉબડ ખાબડ સપાટી જેવા હોવાથી લોકો હવે આ રસ્તા ઉપર ઉડતી ધુળની ડમરીઓ ડામવા રસ્તો બનાવવાની માંગણી કરી રહ્યા છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં ભારે વાહનોની અવરજવર હોવાથી સ્ટેટ હાઇવેની દયનીય હાલત છે તેવી જ હાલત ગ્રામીય વિસ્તારોની પણ છે. ગામડાઓનાં રસ્તા પર પડેલા ખાડાઓ પુરવા માટે કોઈને પડી નથી ગામડાના લોકો આ રસ્તાને પગલે રોજ હેરાન થઇ રહ્યા છે જેમાં ઉમલ્લા ગામથી પાણેથાને જોડતો રસ્તો હાલ તો બિસ્માર અને ઠેર-ઠેર ખાડાઓ પડી જતા વાહન ચલાવવા માટે લોકોની મુશ્કેલીઓ ઉભી થઇ છે. આ રસ્તા પરથી ભારે વાહનો જતાં રસ્તો તૂટી ગયો છે. લોકો વાહનો લઇને જાય છે તો જાણે ચંદ્રની ધરતી પર ચાલતા હોય તેવો અનુભવ લોકોને થઈ રહ્યા છે. ઉબડ ખાબડ ઠેર ઠેર ખાડા અને ઉપરથી ધૂળની ડમરીઓ ઉડતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. લાગતા વળગતા વિભાગોને વારંવાર જાણ કરવા છતાં કોઇ જ પગલાં ભરવામાં આવતા નથી જ્યારે આ રસ્તા પરથી પસાર થતા લોકોના વાહનોના પંચર થઈ જાય છે સાથે સાથે શરીરના કરોડરજ્જુના મણકા પણ ઢીલા થઇ જતા હોવાનું લોકો કહી રહ્યા છે ત્યાં હવે તાલુકા પંચાયતના સત્તાધીશો ગ્રામ પંચાયતના સત્તાધીશો અને ધારાસભ્યો ત્યાં રસ્તો બનાવવા આગળ આવશે કે પછી ગ્રામજનોએ ચક્કાજામ કરી જન આંદોલન કરવું પડશે ?
ઝધડિયા તાલુકાનાં ઉમલ્લાથી પાણેથાનો રોડ ચંદ્રની સપાટી જેવો.
Advertisement