Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વેસુ SMC આવાસમાં આજે સવારે ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા હતા.

Share

સુરત શહેરમાં આવેલા વેસુ SMC આવાસમાં આજે સવારે 6 વાગ્યાની આસપાસ ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટ થતાંની સાથે જ આસપાસના રહિશોમાં દોડધામ મચી ગઇ હતી અને ભયનો માહોલ છવાયો હતો. બનાવની વિગત કંઇક એવી છે કે સુરતના વેસુ SMC આવાસમાં પ્રવીણ શાહ (ઉ.વ.42) પરિવાર સાથે રહેતો હતો. આજે સવારે ગેસ સિલિન્ડર એકાએક સળગવા લાગ્યો હતો. જેની જાણ પાડોશમાં રહેતા વિનોદ ગૌસ્વામી(ઉ.વ.32)ને થઇ હતી. વિનોદે સર્વપ્રથમ ઘરમાં રહેલા ત્રણ બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા અને ગેસ સિલિન્ડરને ઓલવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એ જ સમેયે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં વિનોદ ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે વિનોદની સાથે દંપતી પ્રવીણ શાહ અને જ્યોત્સા શાહ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.

Advertisement

Share

Related posts

દર્શના પટેલે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો.

ProudOfGujarat

ઝઘડીયાની બોરોસિલ કંપની દ્વારા ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

NCC કેડેટસની સાબરમતીથી નીકળેલી સાયકલ રેલી સુરત પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!