Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં પોલીસ કર્મીએ એક બાળકી અને મહિલાને કોઝ વે નાં પાણીમાં ડુબતાં બચાવ્યા.

Share

રામ રાખે તેને કોણ ચાખે…પરંતુ સુરતમાં પોલીસ એક બાળકી અને મહિલા માટે રામ બની સામે આવ્યા છે. સુરતના કોઝ વે ના પાણીમાં ડૂબી રહેલ બાળકી અને તેની માસી ને બચાવવા પોલીસ કર્મી રામસિંગ રબારીએ છલાંગ લગાવી હતી અને બંનેના જીવ બચાવ્યા છે. રામસિંગ રબારી સુરતના ટ્રાફિક શાખામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આજે તેઓ તેમની નોકરી પૂર્ણ કરી કોઝ વે થી ઘરે પરત ફરી રહ્યા હતા,ત્યારે અચાનક બચાવ બચાવની અવાજ આવી રહી હતી,જોકે 25 થી 30 લોકોનું ટોળું હોવા છતાં કોઈ આ બંનેને બચાવવા કુદયું ન હતું, પરંતુ ટ્રાફિક પોલીસ કર્મી રામસિંગ રબારીએ એકપણ પળ વિતાવ્યા વિના કોઝ વે માં છલાંગ લગાવી હતી અને ડૂબી રહેલ 10 વર્ષીય જયશ્રી અને 30 વર્ષીય રીટા રાઠોડને બચાવી હતી,જોકે પોલીસ કર્મીએ બંનેના જીવ બચાવી જિંદગીનું સૌથી સારું કામ કર્યું હોય તેવી અનુભૂતિ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે સાસરિયાઓએ જમાઈને ઘરે આવી માર માર્યો.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતનું પૂજન કર્યું

ProudOfGujarat

નડિયાદમાં ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!