સુરત શહેરમાં રોજીંદા સફાઈ કર્મચારીઓ હવે હડતાળ પર ઉતર્યા છે. સુરત શહેરને ચોખ્ખું ચણાક કરનારા સફાઈ કામદારો હવે કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે. સ્વછતામાં સુરતને નંબર વન કરનારા સફાઈ કામદારો હવે આંદોલનનાં માર્ગે વળીયા છે. સુરત મહા નગરપાલિકામાં લગભગ 1 હજાર સફાઈ કામદારો છે અને તેઓ સુરત શહેરને સ્વચ્છ રાખે છે. ત્યારે હવે રોજગાર કામમાંથી કાયમી કરવાની માંગણી કરી રહ્યા છે. આજે મહાપાલિકાની કચેરી ખાતે એક હજાર રોજિંદા કામદારોએ કાયમી નોકરીની માંગણી મહાપાલિકાનાં સત્તાધીશો અને જયાં સુધી તેઓને કાયમી નહીં કરવામાં આવે ત્યાં સુધી પાલિકા કચેરી ખાતે તમામ કામદારો આમરણાંત ઉપવાસ પર ઉતારી ગયા છે અને કાયમી કરવાની માંગણી કરી રહ્યા છે.
Advertisement