નેત્રંગનાં એન.આર.આઇ. દંપતી દ્વારા આશ્રમમાં ભણતા ગરીબ આદિવાસી બાળકોને પ્રિતી ભોજન કરવવામાં આવ્યું તેમજ ચંપલનું વિતરણ કરવામાં આવ્યું. 71 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બાળકોને કેકનું વિતરણ કરવામાં આવતા આનંદની લાગણી ફરી વળી છે. નેત્રંગ ટાઉનનાં ગાંધી બજાર વિસ્તારમાં રહેતા શાંતિલાલભાઈ લલ્લુભાઈ ભકતનો પુત્ર કિરીટભાઇ ભકત તેમજ તેઓનાં પત્ની સરોજબેન કિરીટભાઇ ભકત અમેરિકા ખાતે વર્ષોથી રહીને વેપાર ધંધો કરે છે. તેઓના સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે, તેઓની પુત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામી હતી. જયારે તેઓનાં પુત્રનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના બનાવ બાદ પુત્રીની યાદમાં તેમજ પુત્રનો બચાવ થતાં આ દંપતી દર વર્ષે વતન નેત્રંગ આવે છે, જયારે પંથકમાં ગરીબ આદિવાસી બાળકોને ભોજન કરાવે છે. ચાલુ સાલે આ દંપતી દ્વારા નેત્રંગ ટાઉનનાં નવી વસાહતની બાજુમાં આવેલ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત જી ભરૂચ જીલ્લા રચનાત્મક ટ્રસ્ટ સાચર પાડા સંચાલિત આશ્રમ શાળા ચાલે છે. આ આશ્રમમાં 79 વિદ્યાર્થિનીઓ તેમજ 86 વિદ્યાર્થીઓ મળી કુલ 165 આદિવાસી બાળકો અહીંયા રહીને ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરે છે. આ ગરીબ આદિવાસી બાળકો સહિત કન્યા આશ્રમ શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને તેઓ દ્વારા જલારામ મંદિર ખાતે પ્રિતી ભોજન કરવવામાં આવ્યું હતું. આ સમયે કિરીટભાઇ ભકત તેમજ તેઓની પત્ની સરોજબેન ભકતને નેત્રંગ પત્રકાર સંધના પ્રમુખ પ્રદીપભાઇ સી.ગુર્જર દ્વારા તેઓનાં ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે શાળાઓમાં ભણતા ગરીબ આદિવાસી બાળકો ઉધાડા પગે જતાં હોય છે અને ઉનાળાના ભર બપોરનાં ધગધગતા તાપમાં પણ વગર ચંપલે જતાં હોય છે. જેને લઈને આ બાળકો સિકલસેલ જેવા ભયાનક રોગની ઝપટમાં આવતા હોય છે. આ રોગથી બચવા માટે બાળકોનાં પગમાં ચંપલ હોય તો તેનો શિકાર નહિવત બને છે. આ રજૂઆતને પગલે કિરીટભાઇ તેમજ સરોજબેન ભકત દ્વારા આ આશ્રમ શાળામાં ભણતા તમામ ગરીબ આદિવાસી બાળકો માટે ચંપલ મંગાવવામાં આવતા તેનું વિતરણ આશ્રમ શાળા પાસે તેઓનાં વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. ચંપલ વિતરણ કરતાં સરોજબેન ભકતે આદિવાસી કન્યાઓને તેઓનાં હાથે ચંપલ પહેરાવ્યા હતા.
આ સમય દરમ્યાન તેઓની પુત્રીની યાદ આવી જતાં રડી પડયા હતા. 71 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પણ તમામ બાળકોને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશ્રમ શાળાનાં બાળકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
નેત્રંગનાં એન.આર.આઇ. દંપતી દ્વારા આશ્રમ શાળામાં ભણતા આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું તેમજ ચંપલનું વિતરણ કર્યું.
Advertisement