અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરની ડીસીએમ કોલેજ ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત રસોઈ શો, બાળ તંદુરસ્તી હરિફાઈ, પોષણ અદાલત સહિતના કાર્યક્રમો યોજાયા હતા
અને પ્રથમ દ્વિતિય અને તૃતિય સ્થાન પર આવનારાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિરમગામ પ્રાંત ઓફિસર સુરભી ગૌતમ (આઇ.એ.એસ), પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા, હિતેશભાઇ મુનસરા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિરલ વાઘેલા, સીડીપીઓ નયનાબેન શુક્લ, ડો.મયુરેશ ગઢવી, ડો.ઉર્વી ઝાલા સહિત મોટી સંખ્યામાં મહીલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેમાનોનું સ્વાગત કઠોળની ટોપલીઓથી કરવામાં આવ્યું હતું અને મહેમાનો દ્વારા ટોપલીઓ આંગણવાડીના બાળકોને આપવામાં આવી હતી.
મહેમાનો દ્વારા પોતાના ઉદબોધનમાં ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.
વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ