પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારના જવાબદાર નેતાઓ અને અધિકારીઓએ બિનઆદિવાસી સમાજમાં આવતા રબારી,ભરવાડ અને ચારણ સમાજના લોકોને આદિવાસી તરીકાના ખોટા પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા હતા,જેના પડઘમ દિલ્લી પારલામેન્ટ સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં પડતા ચારેય તરફ હોબાળો મચી જવા પામ્યો છે અને ઠેર-ઠેર આદિવાસી સમાજના લોકોમાં રોષ ભભુકી ઉઠતા આવેદનપત્ર અને ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે,જેમાં રબારી,ભરવાડ અને ચારણ જાતિના લોકોને ખોટા આદિવાસીના પ્રમાણપત્રો આપનારા જવાબદાર લોકો સામે ફોજદારી ગુનો દાખલ થાય, વર્ષ ૨૦૧૮ માં અનુસુચિત જન જાતિના પ્રમાણપત્રો આપવા અને ખરાઇ કરવા કાયદો બનાવેલ હતો, તેનો તાત્કાલિક અમલ થાય,અને રબારી,ચારણ અને ભરવાડ સમાજના લોકો બક્ષીપંચ છે,અને ગીર,બરડો અને આલેચના નેશ વિસ્તારના અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરેલ રબારી,ભરવાડ અને ચારણ જાતીની બક્ષીપંચ સમાજમાં સમાવેશ કરવાની માંગ સાથે નેત્રંગ તાલુકા આદિવાસી સમાજના આગેવાનો મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે દરમિયાન નેત્રંગ તા.પંચાયત પ્રમુખ ગીતાબેન વસાવા,ઉપપ્રમુખ અર્જુનભાઇ વસાવા, જી.પંચાયત સિંચાઈ સમિતિના પ્રમુખ પરેશભાઈ વસાવા, રમેશભાઇ વસાવા, વિજયભાઈ વસાવા,ગામે-ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા.
નેત્રંગ તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Advertisement