Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત અડાજણમાં ધોરણ 10 ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

Share

સુરત અડાજણમાં ધોરણ 10 ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં ચાલતી પ્રિલિમરી પરીક્ષામાં ગુજરાતીનું પેપર સારું ન જતા માનસિક તણાવમાં આવી ગયેલી વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. અડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર અમિતભાઈ મોઢિયા(ઉ.વ.15) એક ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. હિરના પિતા એસ્સાર સ્ટીલમાં સિનિયર મેનેજર છે. હિર સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. હાલ હિરની સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી. 29 મીએ ગુજરાતીનું પેપર આપી આવીને ઘરે આવ્યા બાદ માનસિક તણાવમાં હતી. હિરે જણાવ્યું હતું કે, પેપર સારું નથી ગયું. ત્યારબાદ 30 મીએ ગણિતનું પેપર સારું ગયું હતું અને આજના પેપરની તૈયારી કરતી હતી. ગત રોજ સાંજે હિર ગણિતનું પેપર આપી ઘરે પરત ફરી હતી. ગણિતનું પેપર પણ સારું ગયું હતું. જોકે, ગુજરાતીનું પેપર સારું ન ગયું હોવાથી માનસિક તણાવમાં હતી. દરમિયાન હિરની માતા ઘરવખરી લેવા માટે ઘરની બહાર નીકળતા જ હિરે ઘરના હોલમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. હાલ વિદ્યાર્થિનીનું પોસ્મોર્ટમ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થિનીનો પહેલો આપઘાતનો કેસ સામે આવ્યો છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નેત્રંગ : પ્રાથમિક શાળામાં ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ ગામનો છેલ્લા દશ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ નહીં કરાતા મોહનભાઈ કટારિયાએ મુખ્યસચિવને લેખિત ફરિયાદ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!