નશામુક્તિ અને ગરીબી ઉન્મુલન ફાઉન્ડેશન દ્વારા 12 ગામડાઓમાં નશા છોડો જીવન બચાવો GMDC રાજપારડી દ્વારા નશાબંધી પ્રોજેકટ અંતર્ગત જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે સન્માન કાર્યકમ યોજવામાં આવ્યો. આજના સમયમા નશો ઘરે ઘર કરતો જાય છે. જ્યાં જોવો ત્યાં નશાના કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે.સાથે સાથે કોઈક મોટી કેન્સર જેવી ખતરનાક બિમારીના શિકાર બને છે. નશાના કારણે ઘરના ઘર બરબાદ થાય છે. તથા આજની યુવા પેઢી દિવસે દિવસે નશાના શિકાર બનતા જાય છે. ઝધડીયા તાલુકાનાં રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ તથા નશા મુકિત અને ગરીબી ઉન્મુલન ફાઉન્ડેશન (નવી દિલ્હી) અંતર્ગત રાજપારડી અંતરીયાળ વિસ્તારમાં સુભાષ કટારે (નવી દિલ્હી) દ્વારા નશા છોડો જીવન બચાવો કાર્યકમ યોજવામાં આવ્યો હતો.નશા મુક્તિ અને ગરીબી ઉન્મુલન ફાઉન્ડેશનના સી.ઈ.ઓ સુભાષ કટારે તેમજ તેમની ટીમ દ્વારા નશાબંધી કાર્યકમ રાજપારડીના આજુબાજુના વિસ્તારમાં નશાબંધીનો કાર્યકમ યોજવામાં આવતો હતો. લોકોને તંબાકુ, ગુટખા, દારૂ, જેવા નશા જેવી આદત વિશે જાણકારી આપવામા આવતી હતી. આ કાર્યક્રમ સંદર્ભે લોકોને નશાબંધી વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. નશા છોડો જીવન બચાવો કાર્યક્રમ સાથે જોડાયેલ તેમજ નશા અંગે જાણકારી તથા જાગૃત કરવા બાબતે આજરોજ સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ સંદર્ભે મહાનુભાવો નરેન્દ્રસિંહ પરમાર (એડિશનલ જનરલ મેનેજર) જી.આઈ.પી.સી.એલ માંગરોળ, ઝધડીયા પી.આઈ.પી.એચ.વસાવા, બી.ઝેડ.પટેલ પી.આઈ નશાબંધી અને આબકારી ખાતું ભરૂચ, શૈલેષ ઝાઘાણી એ.જી.એમ (જી.એમ.ડી.સી.રાજપારડી) જયદીપસિંહ કાપડીયા તથા મયંક પાદરીયા (આર.પી.એલ. ઉમલલા) વગેરે મહાનુભાવોએ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ છેલ્લા 5 મહીનાથી ચાલી રહયો હતો. જેમાં 670/- માંથી 426/- લોકોએ આ કાર્યક્રમ સંદર્ભે વ્યસન મુકત બન્યા હતા. જેમાં બાળકોએ નશા વ્યસન મુક્તિ માટેની સુંદર નૃત્ય તથા સ્પીચ પણ રજુ કરી હતી.
ઝધડિયા તાલુકાના રાજપારડી ખાતે નશા છોડો જીવન બચાવો કાર્યકમ નશાબંધી અને ગરીબી ઉન્મૂલન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું.
Advertisement