નેશનલ બેન્કના કર્મચારીઓની દેશ વ્યાપી હડતાળમાં સુરતના 4 હજાર કર્મચારીઓ જોડાયા હતા.હડતાળને લઇને બે દિવસમાં કરોડોની રકમનું ક્લિયરીંગ અટવાશે. પગાર વધારા સહિતની કુલ 12 જેટલી માંગણીઓ સર જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓની 2 દિવસની દેશવ્યાપી હડતાળનો આજથી પ્રારંભ થયો છે. મહિનાના અંતે હડતાળ પડવાથી દેશભરમાં લાખો કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાઇ ગયા છે. આજે સવારે તમામ જીલ્લા મથકોએ કર્મચારી વર્ગે ધરણા-દેખાવો યોજી પોતાની માંગણીઓ લઇને વિરોધ પ્રદર્શન યોજ્યા હતા. સુરતમાં આજથી 3 દિવસ માટે બેન્ક કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. જેને પગલે વેપારી વર્ગને ભારે હાલાકી ભોગવવી પડશે. ઘોડદોડ રોડ ખાતે બેન્ક કર્મચારીઓ દેખાવો કર્યા હતા.
Advertisement