Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામા બીટીપીએ CAA અને NRCના વિરોધમાં આપેલ બંધના એલાનને ડેડીયાપાડા સહિત વિસ્તારોમાં ભારે પ્રતિસાદ મળ્યો.

Share

નર્મદા જિલ્લામાં ભીલીસ્થાન ટાઈગર સેનાએ CAA અને NRC ના વિરોધમા જિલ્લામાં એક દિવસીય બંધનુ એલાનની જાહેરાત કરવામા આવી હતી. જેને પગલે પોલીસ તંત્રમા પણ દોડ ધામ મચી હતી. સમગ્ર જિલ્લામાં આપેલા બંધને પગલે ડેડીયાપાડા વિસ્તરમાં ઠેર ઠેર દુકાનો સહિત બજારો સમર્થનમાં બંધ જોવા મળ્યા હતા. બીટીપીએ આપેલા બંધને ભારે પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે મુખ્યમથક રાજપીપળામાં બંધની અસર જોવા ન મળી હતી. દેશમાં વિવિધ સંગઠનો તેમજ રાજકીય પાર્ટીઓ દ્વારા ઠેર-ઠેર CAA અને NRCનો ભારે વિરોધ નોંધાવી વિવિધ સ્થળોએ જલદ વિરોધ પ્રદર્શન કરી ધરણા કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા CAA NRC ની દેશમાં અમલવારીને લઈને ગતિવિધિની શરૂઆત કરાતાની સાથે જ દેશમાં ઠેર-ઠેર સરકાર સામે વિરોધનો સુર ઉઠી ભારે રોષ ભભુકી ઉઠીયો છે. નર્મદા જિલ્લામા બીટીપી દ્વારા સમગ્ર જિલ્લામાં CAA, NRC, NPR,EVR સહિતના કાયદાના વિરોધમાં તા.૨૯/૧/૨૦૨૦ ના રોજ બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે આજે જિલ્લાના ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં વેપારીઓ સહિત વિવિધ દુકાનદારોએ બંધને સમર્થન આપ્યુ હતુ અને તમામ વેપારીઓ દ્વ્રારા દુકાનો બંધ રાખવામાં આવી હતી. બીટીપી દ્વારા અપાયેલા બંધને પગલે સમગ્ર જિલ્લાના ડેડીયાપાડા,સાગબારા, સેલંબા સહિતના વિસ્તારોમાં બંધને ભારે સમર્થન પ્રતિસાદ મળ્યો હોય તેમ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે ભરૂચ ના મેલેરિયા તત્રં દ્વારા કોઈ ખાસ કાર્યક્રમ ન યોજાયો .મેલેરિયા ક્ષેત્રે ભરૂચ જિલ્લા તત્રં સદંતર નિષ્ફળ …

ProudOfGujarat

પાવીજેતપુરનાં ચૂલી ગામની પ્રા. શાળાના ગુમ થયેલા દિવ્યાંગ શિક્ષકની ત્રણ દિવસ બાદ લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

જામનગર : કાલાવડ તાલુકાના હરીપર ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!