સુરતની સિદ્ધિ પંડ્યા વેકેશન હોવાથી ચાઇનાથી પરત સુરત આવી ગઈ હતી. સિદ્ધિ ત્યાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરે છે. ત્યારે સિદ્ધિએ ચાઇનામાં રહેતા ભારતીયની હાલત દયનીય હોવાનું જણાવ્યું છે. તેણે જણાવ્યું હતું કે, ‘ચાઇનામાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. હજુ અમારી બેચના 10 વિદ્યાર્થીઓ ચાઇનામાં ફસાયેલા છે. તમામ વિદ્યાર્થીઓ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઇને ચીનની બહાર જવા દેવામાં આવતા નથી. ભારતમાંથી પણ લોકોને ચાઇના જવા દેવામાં આવતા નથી.’ સિદ્ધિ 13 જાન્યુઆરીના દિવસે સુરત આવી ગઈ હતી. વાઇરસને કારણે કરિયાણા સહીત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયાં છે. જોકે સિદ્ધિની વાત કરીએ તો કોરોના વાઇરસ ફેલાય તે પહેલા ભારત આવી જતાં તેમને હાશકારો અનુભવ્યો છે. પરંતુ હજુ ત્યાં વિદ્યાર્થી ફસાયેલા છે તેના માટે સિદ્ધિ પ્રાર્થના કરી રહી છે કે તેમને ભગવાન સલામત રાખે.
ચીનમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે સુરત સહીત રાજ્યના અન્ય વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ અર્થે ચીન ગયા હતા તેઓ ત્યાં ફસાઈ ગયા છે.
Advertisement