અંકલેશ્વર શહેરમાં એક તરફ લોકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીને સૂઈ રહ્યા હતા તો બીજી તરફ પોલીસ પણ પ્રજાસત્તાક દિનની તૈયારી અને ઉજવણી બાદ થાકેલી હતી તેનો લાભ લઇ તસ્કરોએ તેમની ઊંધ ઉડાડી નાખતા બે જગ્યાએ ચોરી કરીને થાકેલી પોલીસને દોડતી કરી હતી. બોરીદ્રા નજીક ચોરી કર્યા બાદ તસ્કરોએ કદાચ બંધ મકાનોની રેકી કરીને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં આજરોજ અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ પર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં એક મકાનને નિશાન બનાવ્યું હતું જેમા ઘરના વડીલ નમાજ પડવા માટે જતા તેમણે બહારથી લોક માર્યું હતું આ દરમિયાન બાઈક પર આવેલા ત્રણ તસ્કરોએ આજુબાજુ મીઠી નિંદ્રા માણતા પડોશીઓને ઊંધતા રાખીને દરવાજાનો નકૂચો તોડી નાખી ત્રણેય યુવાનો ઘરમાં પ્રવેશ કરી ચોરી કરીને તેઓ બિંદાસ બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. જ્યારે તેઓ ઘરમાં ચોરી કરતાં હતા તે દરમિયાન સોસાયટીના એક થી બે લોકો આ ઘર પાસેથી બે વખત પસાર થયા હતા પરંતુ તેમને નજીકના ઘરમાં ચોરી થતી હોવાનું લાઈટ પણ શંકાના ગઈ હતી અને આ ત્રણ ચોરો ઘરમાંથી નિકળ્યા ત્યારે એક વ્યક્તિ એમની નજીકમાંથી પસાર થયો હતો પરંતુ તેને આ ચોરનો ખ્યાલ નહીં આવ્યો હોય એવું લાગતું હતું. જ્યારે આ સમગ્ર ચોરીની ધટનામાં તસ્કરો જ્યાંથી આવ્યા હતા તે રસ્તા ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરોની હરકતો કેદ થઈ હતી. જ્યારે તેઓ ચોરી કરીને જતા હતા તે હરકત પણ કેદ થઇ જવા પામી હતી. તસ્કરોએ વહેલી સવારે ગ્રીન પાર્કમાં ચોરી કરી હોવાની ધટનાની જાણ નમાઝ પડીને આવેલા વડીલને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જોકે હાલ કેટલાની ચોરી થઇ છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશન નજીક ગ્રીનપાર્ક સોસાયટીમાં વહેલી સવારે જ તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતા ખળભળાટ.
Advertisement