ભરૂચમાં રેલ્વે ગોદી ઉપર ઉતરતા અનાજનો જથ્થો ખુલ્લામાં જ ઉતારવામાં આવે છે સાથે અહીં જીપ્સમ તેમજ સિમેન્ટ ઉતરે છે. ત્યારે જીપ્સમ એ કેમિકલ મિશ્રણ થયેલો પાઉડર છે જે શરીરમાં જાય તો સ્વાસ્થય માટે ખતરો ઊભો થઈ શકે છે ત્યારે હાલ છેલ્લા કેટલાક સમયથી જીપ્સમનો પાઉડર ઉડીને અનાજની ગુણો પર પડે છે જે અનાજ સાથે મિશ્રણ થઈને ગોડાઉન સુધી પહોંચે છે. અહીંથી સસ્તા અનાજની દુકાન પર અને ત્યાંથી ગરીબ પરિવારનાં ઘરો સુધી પહોંચે છે. જે ગરીબ પરિવારોનાં પેટ સુધી પહોંચે છે ત્યારે આ રેલ્વે ગોદી ઉપર ઉડતા જીપ્સમનાં પાઉડર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને GPCB ને જાગૃત લોકોએ જાણ કરી છતાં કોઈ જ પગલાં નહીં ભરતા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં જીલ્લા મહામંત્રી સેજલ દેસાઇ સહિતનાં લોકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરી કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માંગણી કરી છે.
Advertisement