Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તંત્રને હરહંમેશ મદદ રૂપ થતા વ્યક્તિઓનું સન્માન કરાયું.

Share

ભરૂચ જિલ્લામાં આજે 71 માં પ્રજાસત્તાક દિનની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જિલ્લા કક્ષાનું ધ્વજ વંદન જિલ્લા સમાહર્તા ડો.એમ.ડી.મોડિયા અને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં વાગરા ખાતે યોજાયો હતો જેમાં તંત્રના વિભાગોને હર હંમેશ સાથ સહકાર આપી સમાજ ઉપયોગી યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચમાં મહંમદપુરા વિસ્તારમાં રહેતા ગુલામ ઇસ્માઇલ પટેલ (લાલા ટ્રાન્સપોર્ટ)ના ઓને પોલીસ વિભાગને પોલીસ મિત્ર તરીકે અવાર નવાર આવતા જુદા જુદા ધર્મના તહેવારોમાં બંદોબસ્તમાં પોલીસને મદદ માં રહી તેમજ પુર અને આપતી વખતે હંમેશા અગ્રેસર રહી રાહત કામગીરીમાં સરકારી તંત્રને મદદરૂપ થઇ સમાજ ઉપયોગી યોગદાન આપી પ્રશંસનીય કામગીરી કરવા બદલ તેઓને આજે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટરના હસ્તે સન્માનિત કરવામાં આવતા તેઓના મિત્ર મંડળ તેમજ પરિવાર જનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ટંકારીયા ખાતે મદની શિફાખાના દવાખાનામાં લેબોરેટરીનું કરાયું ઉદઘાટન.

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ 24 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ આંક 837 પર પહોંચ્યો.

ProudOfGujarat

શહેરાનગરમાં આધુનિક બસ સ્ટેશન ની સુવિધા મળશે, બાંધકામની કામગીરી શરુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!