છાશવારે ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થા ગાંધીના ગુજરાતમાં હવે તો ખરા અર્થમાં દારૂબંધીના રેલેરેલા ઉડાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરો બેફામ બન્યા હોય એવું ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થાઓ પુરવાર કરી રહ્યા છે. વાત કરીએ વડોદરાના કરજણની તો વડોદરા જીલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ કરજણ નેશનલ હાઈવે પર ભરથાણા ટોલનાકા પાસે વોચમાં હતા ત્યારે એક સાથે બે કારોમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. એક ઇનોવા અને બીજી સ્વિફ્ટ ડિઝાયરમાં કુલ મળીને પોલીસે બન્ને કારોમાંથી 11,75,250 ના મુદ્દામાલ સાથે ચાર ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો વડોદરાના ઝૂબેર મેમેણને પહોંચાવાનો હતો એમ જાણવા મળ્યું છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી બે કારો સાથે ચાર બુટલેગરોને ઝડપી પાડયા હતા.
Advertisement