ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટરે અમદાવાદના શાહીબાગ સ્થિત સાયબર ક્રાઇમ સેલના પોલીસ અધિકારીને લેખિત પત્ર પાઠવી ઈન્ટરનેટની કેટલીક સાઈટ ઉપર નોટબંધી દરમ્યાન રદ કરાયેલી રૂ.500 અને રૂ.1000 ની જૂની પ્રતિબંધિત ચલણી નોટો વેચાતી હોવાની આશંકા વ્યક્ત કરી કાયદેસરની તપાસ કરવાની માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા વિભાગના કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલે પોલીસ ખાતાને પાઠવેલ આ પત્રમાં એવી આશંકા વ્યક્ત કરી છે કે ઈન્ટરનેટ ઉપર ક્લબ ફેક્ટરી નામની વેબ સાઈટ તેમજ ગુગલ પ્લે સ્ટોરમાં એક એપ છે જેમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત રૂ.500 અને રૂ.1000 ની ચલણી નોટો ઓનલાઇન વેચાય રહી છે. આ અંગે કાયદેસરની તપાસ થાય અને તેના મૂળ સુધી પહોંચી ષડયંત્રકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
Advertisement