Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝધડિયા તાલુકાના રાણીપુરા ગામમાં બંધ ઘરનાં તાળા તોડી વીસ તોલા સોનુ અને અગિયાર હજાર રોકડની ચોરી થઇ.

Share

ઝધડિયા તાલુકાના રાણીપુરા ગામની મહિલા વકીલ ભાવનાબેનના બંધ ઘરમાંથી વીસ તોલા સોનુ અને અગિયાર હજાર રોકડની ચોરી થવા પામી છે. ચોરો ગામનાં ફળિયામાં ઘરના આગળના મુખ્ય દરવાજે લગાવેલ બે તાળા તોડી ઘરમાં પ્રવેશી બે બેડરૂમ, પૂજાઘરની તિજોરી તોડી તેમાંથી સોનાના ઘરેણાં, ત્રણ લગડી મળી વીસ તોલા સોનુ અને રોકડની ચોરી કરી ગયા છે. ચોરોએ કુલ 8,11,000 ની મત્તાની ચોરી કરી ગયા છે. ફરિયાદી મહિલા વકીલ ભાવનાબેને ચોરીની ધટનામાં શકમંદોનાં નામ ઝધડિયા પોલીસને આપ્યા છે. ઝધડિયા તાલુકાના રાણીપુરા ગામે રહેતા મનીષભાઈ કાંતિભાઈ પટેલ રાણીપુરા ગામે રહી ખેતી કરે છે. મનીષભાઈના પત્ની ભાવનાબેન ભરૂચ ખાતે તેમના પુત્રો સાથે રહે છે અને વકીલાતનો વ્યવસાય કરે છે. મનીષભાઈ અઠવાડિયામાં એક બે દિવસ ભરૂચ રહેવા જાય છે. ગતરોજ મનીષભાઈ તેમનું ખેતીનું કામ પતાવી અંકલેશ્વર કામ હોઈ ત્યાંથી ભરૂચ ગયા હતા. આજે સવારે તેઓ રાબેતા મુજબ ભરૂચથી રાણીપુરા તેમના ઘરે આવ્યા હતા. ઘરમાં તેઓ મુખ્ય દરવાજા પાસે આવ્યા ત્યારે દરવાજાને મારેલ તાળું નહિ હતું અને દરવાજાનું ઈંટર લોક પણ તૂટેલી હાલતમાં હોઈ તેમને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું.

મુખ્ય દરવાજો ખોલી તેઓ ઘરમાં પ્રવેશતા ડ્રોઈંગ રૂમમાં સામાન રફેદફે હતો, બેડરૂમનો સામાન અને પેટી પલંગનો સામાન પણ રફેદફે કરી નાખ્યો હતો. પૂજાઘરમાં તપાસતા પૂજાઘરની નાની તિજોરી તૂટેલી હાલતમાં હતી. પૂજાઘરની તિજોરીમાં રાખેલ સોનાના ઘરેણાં, સોનાની ત્રણ લગડી, 11,000 રોકડા ચોરો ચોરી ગયા હતા. સોનાના ઘરેણાં અને લગડી મળી કુલ વીસ તોલા સોનુ ચોરો ચોરી કરી ગયા છે. કુલ રૂપિયા ૮,૧૧,૦૦૦ ની મત્તાની ચોરી થવા પામી છે. ચોરો ગામના ફળિયામાં ઘરના આગળના મુખ્ય દરવાજે લગાવેલ બે તાળા તોડી ઘરમાં પ્રવેશી ચોરી કરી ગયા છે. મહિલા વકીલ ભાવનાબેન મનીષભાઈ પટેલે ઝધડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને રાણીપુરા ગામના ચાર જેટલા શકમંદોના નામ પોલીસને જણાવ્યા છે. ઝધડિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ડોગ સ્ક્વોડની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝધડિયાના રાણીપુરામાં છેલ્લા કેટલા સમયથી લબડમુછીયા ચોરોનો ત્રાસ વધી ગયો છે. થોડા દિવસ પૂર્વે દૂધનું બિલ લઈને આવતા બાલુ આહીર નામના આધેડ પાસેથી બે યુવાનોએ ગામની વચ્ચે અંધારાનો લાભ ઉઠાવી એને નીચે પાડી દઈ રૂપિયા લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ખેતરોમાંથી સિંચાઇના સાધનોની ચોરી પણ વધી રહી છે. સીમોમાં ખેતીના પાક પણ ચોરોની સક્રિયતાના કારણે સલામત નથી. આ બધા ધંધા દેશી વિદેશી દારૂના ધંધા કરનારાઓ સાથે સંકળાયેલા બુટલેગરોના મળતીયાઓ દ્વારા જ થતા હોવાનું સ્થાનિક ગ્રામજનોનું માનવું છે.

Advertisement

Share

Related posts

સુરતના પલસાણામાં ઇ બાઈકની બેટરી બ્લાસ્ટ થતા ઘરનો સામાન સળગ્યો.

ProudOfGujarat

રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ને યાદ કરશો રાજકોટવાસી ,દિલ જીતનાર અધિકારી

ProudOfGujarat

नीरज पांडे ने कहा “नो टू पायरेसी”!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!