Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ હતી.

Share

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત મહેમાનોને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી પટેલે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસ ૨૫મી, જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો આશય સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, લોકોને તેમના મતાધિકાર પ્રત્યે જાગૃત કરવા અને નવા લાયક મતદારો મતદાર નોંધણી કરાવી શકે એ માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે એમ જણાવી તેમણે બંધારણમાં ભારતના બધા જ પુખ્ત વયના નાગરિકોને કોઇ પણ જાતના ભેદભાવ વગર મતાધિકાર આપવામાં આવ્યો છે એમ ઉમેરી તેમણે તમામ લાયક યુવા મતદારો કે જેમણે મતદાર તરીકે નોંધણી કરાવેલ નથી તેઓને તેમણે મતદાર તરીકે નોંધણી કરાવી લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કેમ્પસ એમ્બેસેડરો, બી.એલ.ઓ, સુપરવાઇઝરો, ચૂંટણી તંત્રના નાયબ મામલતદારો તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે કામગીરી કરનાર અધિકારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ અવશ્ય મતદાન કરીશું એવી પ્રતિજ્ઞા પણ લીધી હતી.

કાર્યક્રમ અગાઉ સવારે જિલ્લા સેવાસદન, છોટાઉદેપુરથી દરબાર હોલ સુધી મતદાર જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પેશ ઉનડકટે પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પેશ ઉનડકટે કાર્યકરમનો આશય સ્પષ્ટ કરી દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં મતદારોની ભૂમિકા અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતે છણાવટ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે તાલુકા શાળા-૧ ની બાળાઓએ સ્વાગતગીત તથા શિક્ષકો દ્વારા મતદાર જાગૃતિ અંગે લઘુનાટિકા પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમની આભારવિધિ છોટાઉદેપુર મામલતદારે આટોપી હતી. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી બારિયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઇ રાઠવા, શિક્ષણ નિરીક્ષક ઇમરાનભાઇ સોની, ચૂંટણી શાખાના નાયબ મામલતદાર સુરેશભાઇ પ્રજાપતિ, બી.એલ.ઓ, સુપરવાઇઝરો, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

તૌફીક શેખ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે પરિવાર સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

रेस 3 के साथ इस साल की ईद होगी एक्शन से भरपूर!

ProudOfGujarat

સુરેન્દ્રનગર પાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ મહિલા સફાઈ કામદારએ છેડતી અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!