નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે ફરજંદે મોહદ્દીસે આજમે હીંદ સૈયદ અરબી મીયા સાહબ ફરજંદે આગૌસી હુઝુર સૈયદ શેખુલ ઇસ્લામ મદની સૈયદ હસન અસ્કરી મિયાં રાજપીપળામાં બે દિવસના પ્રવાસે છે. ત્યારે રાજપીપળા પધારેલ ધર્મગુરુનું સમગ્ર રાજપીપળાના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. શુકવારે સવારે હઝરત નિમઝાશાહ બાબાની દરગાહથી ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજપીપળાની પૌરાણિક જામા મસ્જિદ ખાતે તેઓએ સેંકડો મુરીદોને જુમ્માની નમાજ અદા કરાવી હતી અને મુક્તસર બયાન સાથે દુનિયામાં અમાન અને શાંતિ માટે દુવાઓ પણ કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા પધારેલ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હસન અસકરી મિયા મોહદ્દીશે આઝમ મિશનના મુખ્ય સંચાલક છે આ મિશન હેઠળ ગરીબ, વિધવા, તેમજ જરૂરતમંદને આર્થિક તેમજ સામાજિક મદદ કરવામાં આવે છે ઉપરાંત ગરીબ બાળકીઓના સમૂહ લગ્ન સ્વરૂપે ભવ્ય લગ્ન પણ કરાવાય છે. ઉપરાંત તેઓએ ઇસ્લામના મહાન પયગંબરનો જન્મ દિન ગરીબો સાથે મનાવવાનો પણ આદેશ આપ્યો છે અને આપણાં દેશના ગર્વ સમાન આઝાદીના દિવસે વૃક્ષારોપણ કરવા જેવા સમાજના ઉત્થાન માટે કાર્યો કરતા રહેવાની પ્રેરણા હંમેશા આપતા રહે છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી