ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ ઉપર વ્યાપક ભ્રષ્ટાચારના આરોપો થયા કરે છે કદાચ તે સત્યથી વેગળા પણ નથી હોતા. કહેવાય છે કે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગના વહીવટમાં નરી લોલમલોલ ચાલી રહી હોવાનો પુરાવો હવે ઉઘાડેછોગ મળી રહે છે. ખાણ ખનીજ વિભાગમાં કારકુન તરીકે ફરજ બજાવતા એક કર્મચારીના નિવાસ સ્થાનેથી દફ્તરની ફાઈલોનો વહીવટ થતો હોવાની ગંભીર બાબતની ચર્ચા ચાલી રહી છે. ભરૂચ ખાણ અને ખનીજ વિભાગમાં કારકુન તરીકે ફરજ બજાવતો કર્મચારી ઘરેથી કેટલાક લીઝ ધારકોને મદદરૂપ થવા ઘરેથી વહીવટ કરાતી ફાઈલો લઈ સરકારી ગાડીમાં દફ્તરે કરવાની હિલચાલ કરતા થયો હતો. આ સરકારી ફાઈલો લીઝ ધારકો લઈ ને ફરતા નજર આવ્યા હતા. સરકારી ફાઈલો કર્મચારી ઘરે કેમ લઈ જાય છે ? અને લીઝ ધારકો સરકારી કર્મચારીના ઘરે કેમ ધામા નાખે છે? અને સરકારી ફાઈલો તેની પાસે કેમ હોય છે? ખાણ ખનીજ વિભાગના કારકુનના ઘરેથી સરકારી ફાઈલો લઈ ગાડીમાં મુકતો હતો તે લીઝ ધારક કે પરમીટધારક ઉપર હાલમાં જ રેતીના ગુનામાં પોલીસ કેસ થયો હતો.તે જામીન મુક્ત થઈ ફરે છે આવા લોકો જો સરકારી ખાણ ખનીજ ખાતાના સંપર્ક માં હોય તો ધણી શંકા કુશંકાઓ અને પ્રશ્નો ઉદ્ધભવે છે. આ સમગ્ર ઘટનાક્રમ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની વિશ્વનીયતા ઉપર પ્રશ્નાર્થ ચિન્હ ખડો કરી જાય છે. સરકારી ફાઈલોનો વહીવટ કર્મચારીના ઘરેથી થાય ત્યારે ગેરરીતિ અને ખુલ્લેઆમ નજર આવે છે. જાગૃત મીડિયામાં આયેદિન ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા અને ઉદાસીનતાને કારણે લાખો રૂપિયાની ખનીજ ચોરી થાય છે અને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું હોવાના અહેવાલ આવે છે, ત્યારે જો આ રીતે વહીવટ થતો હોય ત્યારે એ વાત નકકી કે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગમાં ઉપરથી લઈ નીચે સુધીનું તંત્ર ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યું છે. ખાણ ખનીજ વિભાગના આ કારકુનની ભરૂચથી અન્યત્ર બદલી થઇ ગઈ હતી પરંતુ માત્ર છ મહિનામાં તેઓ પરત આવી ગયા છે અને આજે સરકારી ફાઈલો પોતાના ઘરેથી વહીવટ કરતા થઇ ગયા છે. સરકારી ફાઈલો ઘરે લઈ જવાય ખરી અને શું આ અંગેની સૈદ્ધાંતિક પરવાનગી તેઓને તેમના ઉપરી અધિકારીએ આપી છે ખરી ? આ ઘટના ખાણ ખનીજ વિભાગની વિશ્વનીયતા સામે મોટો પ્રશ્નાર્થ ખડો કરી જાય છે. જિલ્લા કલેકટર આ સમગ્ર ઘટના ક્રમ અંગે તપાસ કરી જરૂરી પગલાં લેશે ખરાં ?? નોંધવું ઘટે કે હાલમાં ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે સહીતના મોટા કદના નિર્માણ કાર્યો પ્રગતિમાં છે અને તેમાં હજારો ટન માટી તેમજ રેતી સહીતની ખનીજોનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે જો ભરૂચ ખાણ અને ખનીજ વિભાગનો વહીવટ આ રીતે ઘરબેઠા થતો હોય ત્યારે લાખો રૂપિયાની ખનીજ ચોરીની સંભવિતતા વધી જાય છે અને સરકારી તિજોરીને લાખોની આવક તંત્રમાં બેસેલા તાંત્રિકો જ ચાઉં કરી જાય તે પહેલા ભરૂચ જિલ્લાના કલેકટર જરૂરી વોચ દાખવે તે આવશ્યક બની રહે છે. જોઈએ હવે જિલ્લા વહીવટી તંત્ર જાગે છે કે કેમ ???
ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા થતા ભ્રષ્ટાચાર પર આરોપ થયા કરે છે…???
Advertisement