અંકલેશ્વર શહેર પોલીસ જોતી રહી અને ભરૂચ LCB પોલીસે અમરતપરા ગામની સીમમાં ખાડી ઉપર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી નાંખી પાંચ બુટલેગરને ઝડપી લઈ 33 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંકલેશ્વર પંથકમાં હજુ પણ દેશી વિદેશી દારૂનાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે. પોલીસ રોજ બાતમીને આધારે રેડ કરે છે પરંતુ દારૂબંધીનો અમલ કરતો નથી બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને દારૂનો ધંધો કરતાં હોય છે. જેમાં દેશી દારૂનાં અડ્ડા તો હજી પણ ગ્રામીય વિસ્તારમાં ધમધમે છે. ત્યારે આજે સવારે અંકલેશ્વર શહેર પોલીસ ઊંધતી રહી અને બીજી તરફ ભરૂચ LCB ની ટીમે સવાર સવારમાં અંકલેશ્વરનાં અમરતપરા ગામની સીમમાં અમરાવતી ખાડી ઉપર રેડ કરી અહીં બુટલેગરો બિંદાસ દારૂની ભઠ્ઠીઓ બનાવીને દારૂ ગાળી રહ્યા હતા. પોલીસે 9 જેટલી ભઠ્ઠીઓને તોડી નાંખી અહીંથી દેશી દારૂ 800 લિટર કિંમત રૂ.16,000 તેમજ દારૂનો વોશ 8000 લિટર કિંમત રૂ.16,000 તેમજ કેરબા વગેરે સામગ્રી મળી કુલ રૂ.33,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે દારૂ ગાળતા અરૂણભાઈ વસાવા, પ્રવીણ વસાવા, ધનજી વસાવા, વાસુદેવ વસાવા, ચંદુ વસાવા તમામ રહેવાસી અમરતપરા ગામને ઝડપી લઈ અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કરી તેમની સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
અંકલેશ્વરનાં અમરતપરાની ખાડીમાં દારૂની ભઠ્ઠીમાં LCB એ રેડ કરતાં 9 ભઠ્ઠી તોડવામાં આવી પાંચ બુટલેગરો ઝડપાયા.
Advertisement