Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાગરાનાં બદલપુરા ગામમાંથી નવ મહિના પહેલા પ્રેમ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર સાવલીથી ઝડપાયા.

Share

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં બદલપુરા ગામેથી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને નવ મહિના પહેલા ભગાડી ગયો હતો. આ બનાવની તપાસ LCB પોલીસે શરૂ કરતાં સાવલી તાલુકાનાં ખાબરીયા ગામેથી સગીરા અને યુવાનને ઝડપી લીધા હતા. વાગરા તાલુકામાં બદલપુરા ગામે રહેતા સગીરાને વડોદરા જીલ્લાનાં સાવલી તાલુકાનાં ખાબરીયાનો રહીશ અજય ગંભીર વસાવા સાથે પ્રેમ થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓ બંને લગ્ન કરવાના કોલ એકબીજાને આપ્યા હતા. જયારે તેઓ પ્રેમ લગ્ન કરવા નવ મહિના પહેલા ભાગી ગયા હતા. આ બનાવ અંગે સગીરાનાં વાલીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ સંદર્ભે વાગરા પોલીસ તપાસ કરતી હતી અને તે મામલે જીલ્લા પોલીસ વડા દ્વારા LCB પોલીસને તપાસ સોંપતા LCB પોલીસ દ્વારા બાતમીદારોને કામે લગાડીયા હતા અને મોબાઈલ ફોન નંબરો તેમજ બાતમીદારોથી મળેલી વિગતો અનુસાર અજય વસાવા તેના ગામ ખાબરીયામાં જ હોવાનું જાણવા મળતા LCB પોલીસ ત્યાં પહોંચી અજય વસાવાને ઝડપી લીધો હતો જયારે સગીરા પણ મળી આવી હતી આથી પોલીસે બંનેને જંબુસર પી.આઇ.ને સોંપવામાં આવ્યા છે. હવે સગીરાનાં મેડિકલ ટેસ્ટ સહિત બાદ વધુ ગુના દાખલ થશે તેવું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં ઘરમાં વન્યજીવો રાખનાર સામે હવે આખરી કાર્યવાહી, 3 સ્થળ પરથી 11 પોપટનું રેસ્ક્યૂ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકામાં કલાદરાનાં આધેડને પાઇપ મારી પગાર લૂંટી યુવાન ફરાર થઈ જતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે.

ProudOfGujarat

ભરૂચ : વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાથી લાગી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!