Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં યુવક પર અજાણ્યા ચારેક શખ્સોએ 4 રાઉન્ડ ફાયરિંગ કરતાં તેનું મોત થયું.

Share

નવસારીમાં ઘણા સમયથી સુરતના તડીપાર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા ઉપર આજે સાંજે છાપરા રોડ ખાતે મણિનગર પાસે કારમાં પસાર થતો હતો ત્યારે અજાણ્યા ચારેક શખ્સોએ તેની કારને અટકાવીને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી છાતીના ભાગે લાગતા ગંભીર ઇજા પામેલ વસીમ બિલ્લાનું સારવાર દરમિયાન મોત થયું. સુરત ઝાંપા બજાર ખાતે રહેતા વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા સુરત ખાતે કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈ ભાઈગીરી અને ખંડણી ઉઘરાવતો હતો. તડીપાર હોય વસીમ બિલ્લા નવસારીમાં રિંગરોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો. આજે રાત્રે વસીમ કાર લઈને નવસારીના છાપરા રોડ ખાતે ગયો હતો. વસીમ સાથે કોઈ સુરતના શખ્સ સાથે રૂ.5 કરોડની લેણીદેણીના મામલે ચારેક લોકો નવસારી આવ્યા હતા અને રસ્તામાં જ મિટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી અને વસીમ તેના ઘર પાસે આવવા નીકળતા તે મણિનગર છાપરા રોડ પાસે પહોંચતા ગેટ પાસે આ ચારેક કેટલા યુવાનો આવી તેમની કાર અટકાવીને ચારેક રાઉન્ડ ગોળી છાતીમાં ધરબી દીધીને ફરાર થઈ ગયા હતાં. વસીમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ટૂંક સમયમાં જ તેનું મોત થયું હતું. રાત્રિના અંદાજે 10:45 વાગ્યાની ધટના બાદ ગ્રામ્ય પોલીસે આવીને કાર્યવાહી શરૂ કરી હતી. વસીમનું બોડી બિલ્ડીંગમાં સારું નામ હોય તેણે બૉલીવુડ કલાકારો સાથે કામ કર્યું હતું. સુરતમાં ગુનેગારોની સાથે રહી ટપોરી બન્યો હતો. તેના સલમાન ખાન, ટાઇગર શ્રોફ સહિત બૉલીવુડ કલાકારો સાથે ફોટો પણ છે. તાજેતરમાં દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અને બિલ્ડરને ધમકી પણ આપી હતી. વસીમ બિલ્લા સામે વરાછામાં જમીન પર કબજો કરવાનો ગુનો ઉપરાંત ખંડણી અને ધમકી આપવા અંગે વોરા સમાજના અગ્રણી બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. અસંખ્ય ગુના કરતા સુરતથી તડીપાર કરાયો હતો.

Advertisement

Share

Related posts

અતિવૃષ્ટિથી પાયમાલ બનેલા ખેડૂતો અને લોકોને ત્વરિત સહાય મળે તે માટે સંકલન સમિતિની બેઠક બોલાવવા સંદિપ માંગરોલાની માંગણી.

ProudOfGujarat

વડોદરા-અકોટા વિસ્તારમાં ચાલુ કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.જોકે સદનસીબે ચાલક નો બચાવ થયો હતો..

ProudOfGujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!