સામાન્ય રીતે રખડતાં ઢોરોને પકડી ડબ્બામાં પૂરી તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરાય છે, ત્યારબાદ માલિકો દ્વારા ફરીથી ઢોરોને ખુલ્લા મૂકી દેવામાં આવતા તેઓ જાહેર માર્ગો પર અડિંગો જમાવી અને અંદરોઅંદર યુદ્ધ કરતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજરોજ સમી સાંજે ભરૂચની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં બે માતેલા આખલાઓ એકમેક સાથે બાખડતાં અરાજકતા ભર્યું વાતાવરણ સર્જાયું હતું.
લડતા આખલાઓને કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતાં અને ભયના ઓથાર વચ્ચે પસાર થતા જોવાયા હતાં. નજીકમાં જ ભરૂચ નગરપાલિકા હોવા છતાં પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નહોતું.
Advertisement